રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ગત મંગળવારે સોની બજારમાંથી ત્રણ જેટલા આતંકી પ્રવૃતિઓના આરોપીઓને ઝડપાવાની ઘટના સામે આવી હતી. આ આરોપીઓ હાલ 14 દિવસના રિમાન્ડ ઉપર છે. એટીએસ દ્વારા તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. એવામાં સામે આવ્યું છે કે આ ત્રણેય આરોપીઓમાંથી એક આરોપી છેલ્લા પાંચ વર્ષથી જેતપુરમાં વસવાટ કરી રહ્યો હતો.
આઠ મહિના પહેલા રાજકોટ સોની બજારમાં રહેવા આવ્યો: જેતપુરમાં એક સોની વેપારીને ત્યાં સોની કામ કરતો હતો. તેમજ જેતપુર ખાતે સોની કામમાં મંદી આવતા આ આરોપી રાજકોટની સોની બજારમાં રહેવા માટે આવ્યો હતો. સોની બજારમાં છેલ્લા આઠેક મહિનાથી રહેતો હતો. જે દરમિયાન તે આ દેશ વિરોધી પ્રવૃત્તિમાં જોડાયો હતો.
5 વર્ષ સુધી સોની કામ કરતો રહ્યો આતંકી: ગુજરાત એટીએસની પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલા ત્રણ શકમંદોમાંથી એક છેલ્લા 5 વર્ષથી જેતપુરમાં વસવાટ કરતો હતો. આ શકમંદો રાજકોટમાં તેઓ પોતાના આકાઓ દ્વારા સૂચવવામાં આવેલા કોઈ મોટા કામને અંજામ આપે તે દિશામાં કામગીરી કરી રહ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સૈફ નવાઝ રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે છેલ્લા પાંચ વર્ષથી રહી રહ્યો છે અને જેતપુરમાં તે સોની કામ કરતો હતો. રાજકોટમાં તેની મુલાકાત અન્ય બે આતંકીઓ સાથે થઇ હતી.
ધંધામાં મંદી આવતા રાજકોટ આવ્યો: એટીએસ દ્વારા વધુ પૂછપરછમાં સામે આવ્યું છે કે સૈફ ઉર્ફે શોએબ નવાઝ નામનો શકમંદ જેતપુર સ્થિત મહંમદ ખેરુદ્દીન ઉર્ફે સીરાજ શેખ અને મહંમદ શાહબુદ્દીન શેખ ઉર્ફે શાહબુદ્દીન નામના બંગાળી ભાઈઓને ત્યાં પાંચેક વર્ષથી સોની કામ કરતો હતો. સૈફ નવાઝ બંને ભાઈઓ ત્યાં વારાફરતી સોની કામ કરતો હતો. તેમજ અહી સોની કામમાં મંદી હોય શાહબુદ્દીને રાજકોટમાં પણ પોતાનો વ્યવસાય નવેક મહિનાથી શરૂ કર્યો હતો અને ત્યાં ત્રણ જેટલા કારીગરોને સોની કામે રાખ્યા હતાં. જેમાં સૈફ નવાઝને પણ ત્રણ કારીગરોમાનો એક હતો. એવામાં આગામી દિવસોમાં એટીએસ સેફ ઉર્ફ શોએબ નવાઝને લઈને જેતપુર ખાતે તપાસ માટે આવે તેવી શક્યતાઓ પણ છે. ઉલ્લેખનીય છે કે હાલ આ ત્રણેય શકમંદો 14 દિવસના રિમાન્ડમાં છે. હજુ પણ અનેક ચોંકાવનારી વિગતો સામે આવે તેવી શક્યતાઓ છે.