રાજકોટઃ ટ્રાફિકના નિયમો તોડનારની હવે ખેર નથી. સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં વન નેશન વન ચલણ અંતર્ગત ઇમેમો આપવાની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે આ સેવા રાજકોટમાં 16 જાન્યુઆરી 2023થી શરૂ થઈ છે. જેમાં ટ્રાફિકના નિયમો તોડનાર વિરુદ્ધ સીધો જ ઇ મેઓ જનરેટર થાય છે અને તેને તાત્કાલિક મેઈલ અથવા તેના એડ્રેસ પર પહોંચી જાય છે. તેમજ આ ઇમેમોની રકમની ભરપાઈ નહિ કરનાર વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
![Rajkot Police issued 35771 E Challans](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-22-onenation-chalan-av-7211518_18032023202817_1803f_1679151497_1017.jpg)
અઢી કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો: રાજકોટમાં વન નેશન વન ચલણ અંતર્ગત અંગેની માહિતી અલ્ટા ટ્રાફિક એસીપી જેવી ગઢવીએ જણાવ્યું હતું કે જ્યારથી આ સેવા શરૂ થઈ ત્યારથી ટ્રાફિક પોલીસ દ્વારા આજ સુધીમાં 35771 વાહનચાલકોને રૂ. 23478000 દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં 16 જાન્યુઆરીથી લઈને 31 જાન્યુઆરી 2023 સુધીમાં 3122 વાહનચાલકોને રૂ.1564400 જ્યારે 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધીમાં 19232 વાહનચાલકોને રૂ.11657300 અને 1 માર્ચથી 15 માર્ચ સુધીમાં 13417 વાહનચાલકોને રૂપિયા 9156300નો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ હાલ આ દંડ વસુલવાની કાર્યવાહી પણ શરૂ છે.
![Rajkot Police issued 35771 E Challans](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-22-onenation-chalan-av-7211518_18032023202817_1803f_1679151497_243.jpg)
International Year of Millets 2023: PM નરેન્દ્ર મોદીએ વૈશ્વિક બાજરી પરિષદનું ઉદ્ઘાટન કર્યું
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વચ્ચે એમઓયુ : ગુજરાતમાં આ સેવા જાન્યુઆરી મહિનામાં શરૂ જરવામાં આવી છે. જેમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વચ્ચે એમઓયુ પણ કરવામાં આવ્યા છે. જેના કારણે ઇમેમોની રકમ પણ વાહનચાલકો સહેલાઈથી ભરી શકે. જ્યારે રાજ્યભરમાં અલગ અલગ શહેરમાં લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરાની મારફતે આ ઇમેમક આપવામાં આવી રહ્યા છે. તેમજ મુખ્યત્વે આ સેવા હાલમાં અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરમાં શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે રાજ્યમાં ટ્રાફિકના નિયમને તોડનાર શખ્સો વિરુદ્ધ પોલીસ પણ સખ્ત કાર્યવાહી કરી રહી છે.
![Rajkot Police issued 35771 E Challans](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-22-onenation-chalan-av-7211518_18032023202817_1803f_1679151497_392.jpg)
કોઈપણ રાજ્યમાં દંડની ભરપાઈ કરી શકાશે : વન નેશનલ અંતર્ગત કોઈપણ વાહન ચાલક કોઈપણ રાજ્યમાં દંડની રકમ ભરી શકશે. જ્યારે જે તે વાહનચાલક ટ્રાફિકના નિયમો તોડશે એટલે આપોઆપ ટેક્સ મેસેજ દ્વારા જે તે વાહન ચાલકને ઈ મેમો મળી જશે અને તે કોઈપણ રાજ્યમાં હશે ત્યાંથી આ ઈ મેમાની દંડની રકમ ભરી શકશે. જેના કારણે અન્ય રાજ્યના વાહન ચાલકોને પણ જે તે રાજ્યમાં ઈ મેમો ભરવા માટે આવવું પડશે નહીં તેમ જ તેનો સમય પણ બચશે.