રાજકોટ: શહેરમાં દરરોજ કોરોના વાઈરસના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. ગુરૂવારે રાત્રે 60 જેટલા લોકોના કોરોના માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક 46 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. આ સાથે રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 29એ પહોંચી છે. આજે સામે આવેલ કોરોનાનો પોઝિટિવ દર્દી કોઠારિયા વિસ્તારનો છે જે કોરોનાના હોટ સ્પોટ જંગલેશ્વર નજીકનો છે. જંગલેશ્વર વિસ્તારમાં સ્વાસ્થ વિભાગ દ્વારા દરરોજ અલગ અલગ લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેમાંથી આ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 7 જેટલા કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાંથી સારવાર બાદ રજા આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અત્યાર સુધી એકપણ દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ થયુ નથી.
રાજકોટમાં વધુ એક કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, કુલ આંકડો 29 થયો - કોરોના અપડેટ્સ
વૈશ્વિક કોરોના મહામારી દિન-પ્રતિદિન વધતી જાય છે. ગુજરાતમાં પણ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના પાટનગર સમાન શહેર રાજકોટમાં કોરોનાનો વધુ એક રિપોર્ટ પોઝિટિવ આવતા આંકડો 29 પર પહોંચ્યો છે.