ETV Bharat / state

ODI World Cup 2023 : ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા સાથે Exclusive વાતચીત - ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપ

ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપની મેચ શરૂ થઈ ગઈ છે. હાલ સૌ કોઈની નજર વર્લ્ડ કપની ટ્રોફી ઉપર છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે ETV  BHARAT દ્વારા Exclusive વાતચીત કરવામાં આવી હતી. ત્યારે તેઓએ વર્લ્ડ કપની મેચ અને રવિન્દ્ર જાડેજાના જીવનની ખાસ વાતો ETV BHARAT સાથે શેર કરી હતી.

ODI World Cup 2023
ODI World Cup 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2023, 6:51 PM IST

ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા સાથે Exclusive વાતચીત

રાજકોટ : ICC ODI ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થઈ ગયો છે. એવામાં ગઈકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ યોજાઇ હતી. વર્લ્ડ કપની પ્રથમ મેચમાં જ ભારતીય ટીમની જીત થઈ છે. એવામાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા જાડેજાએ ETV BHARAT સાથે વર્લ્ડકપને લઈને ખાસ વાતચીત કરી હતી. નયનાબા જાડેજાએ આગામી દિવસોમાં રમાનાર ભારત અને પાકિસ્તાનના મેચને લઈને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ સાથે જ ભારતીય ટીમ વર્લ્ડકપમાં જીતે તે માટે નયનાબાએ માતાજીને માનતા પણ રાખી છે.

ભારતીય ટીમની જીતની આશા : રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા જાડેજા રાજકોટમાં રહે છે. તેમજ અહીં પોતાનું રેસ્ટોરન્ટ ચલાવે છે. એવામાં તેમને ક્રિકેટ વર્લ્ડ કપને લઈને ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગાઝ અચ્છા હૈ તો અંત ભી અચ્છા હોગા. તેઓએ કહ્યું કે, ગઈકાલની મેચની શરૂઆતમાં એવું લાગ્યું હતું કે જીતવું મુશ્કેલ થઈ જશે. પરંતુ ઇન્ડિયન ટીમના પ્લેયર છેલ્લે સુધી ગ્રાઉન્ડ પર ટકી રહ્યા અને ભારતની ભવ્ય જીત થઈ છે. વર્લ્ડ કપમાં ભારતની શરૂઆત સારી થઈ છે. જેને લઈને મને લાગે છે કે ચોક્કસ વર્લ્ડકપ આપણે જ જીતશું. ઓસ્ટ્રેલિયાની ટીમ પણ મજબુત છે, એવામાં તેની સામે અગાઉ ભારતીય ટીમ દ્વારા સીરીઝ જીતવામાં આવી છે. ત્યારે હવે વર્લ્ડ કપની મેચમાં ભારતની પ્રથમ જીત છે. ત્યારે અમે ખુશ છીએ. તેમજ હું આશા રાખું છું કે ભારતની ટીમ આગામી દિવસોમાં યોજાનાર મેચ પણ જીતશે.

ભારત-પાક. મેચ પર પ્રતિક્રિયા : ભારત પાકિસ્તાનના મેચને લઈને નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે, આ વખતે ભારતની ક્રિકેટ ટીમ ખૂબ જ ફોર્મ જોવા મળી રહી છે. એવામાં આગામી દિવસમાં અમદાવાદમાં યોજનાર ભારત અને પાકિસ્તાનના મેચમાં ભારતીય ટીમની જીત થશે. જેનું કારણ છે કે આ મેચ અમદાવાદમાં રમનાર છે. એવામાં ભારતીય ક્રિકેટ પ્રેમીઓ પણ મોટી સંખ્યામાં અમદાવાદ સ્ટેડિયમ ખાતે ઉમટી પડશે અને ભારતીય ટીમને સપોર્ટ કરશે અને તેમનો જુસ્સો વધારશે. જેને લઇને પાકિસ્તાનની ટીમ હારશે. ગઈકાલની મેચની વાત કરવામાં આવે તો રવિન્દ્રએ મેચમાં સારું પર્ફોર્મન્સ આપ્યું છે. જેમાં ત્રણ વિકેટો લીધી છે. જેના કારણે ખૂબ જ ખુશ છીએ. જ્યારે આગામી દિવસોમાં આવનાર મેચોમાં પણ સારું પર્ફોમન્સ આપે તેવી આશા પણ છે. મેચ દરમિયાન ખેલાડીના પરિવારની પ્રાર્થના તેમની સાથે હોય જ છે, પરંતુ દેશભરના લોકો પણ તમારા માટે પ્રાર્થના કરતા હોય ત્યારે ચોક્કસ તેનું ફળ મળે જ છે.

માતાજીની માનતા માની : નયનાબાએ વધુમાં જણાવ્યું હતું કે, નવરાત્રી અને વર્લ્ડકપ બંને સાથે છે. જ્યારે નવરાત્રિનું અમારા માટે વિશેષ મહત્વ છે. જ્યારે નવરાત્રી દરમિયાન અમે માતાજીની આરાધના કરતા હોઈએ છીએ અને માતાજીને ત્યાં સેવા માટે જતા હોઈએ છીએ. ત્યારે એવું હું એવું માનું છું કે માતાજી માટે હું જેટલું કરું છું તેનાથી ડબલ તેઓ મને આપે છે. જ્યારે હાલ વર્લ્ડકપ શરૂ છે ત્યારે માતાજી પાસે જ એટલી જ પ્રાર્થના છે કે, ભારતીય ટીમ આ વર્ષે વર્લ્ડકપ જીતીને આવે. ઉપરાંત રવિન્દ્ર આ વર્લ્ડકપ દરમિયાન ખૂબ સારું પ્રદર્શન કરે તેવી માતાજીને પ્રાર્થના પણ કરી અને માનતા પણ રાખી છે. ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજાની માટેના અવસાન બાદ તેમના મોટા બહેન એવા નયનાબાએ જ તેની સાર-સંભાળ રાખીને તેમને મોટા કર્યા છે. ત્યારે હાલ રવિન્દ્ર જાડેજા વર્લ્ડકપમાં સારું પ્રદર્શન કરશે તેવી નયનાબા દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે.

  1. World Cup 2023 India Vs Australia : ભારતે વર્લ્ડ કપમાં જીત સાથે કરી શાનદાર શરૂઆત
  2. ICC World Cup 2023: ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા વિશે શું કહે છે તેમના દ્રોણાચાર્ય, જાણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.