ETV Bharat / state

રાજકોટના વિરડા વાજડી ગામમાં આકરા નિયમોને કારણે કોરોનાનો એક પણ કેસ નહિ

author img

By

Published : May 10, 2021, 1:19 PM IST

રાજકોટ જિલ્લામાં કાલાવડ રોડ પર આવેલા વિરડા વાજડી ગામમાં ગ્રામજનોની સાવચેતીના કારણે હજુ એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયા નથી. જ્યારથી કોરોના આવ્યો ત્યારથી જ ગામમાં આકરા નિયમો ઘડવામાં આવ્યા હતા. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ હતું.

વિરડા વાજડી ગામમાં કોરોનાનો એક પણ કેસ નહિ

  • વિરડા વાજડી ગામમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી
  • કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ
  • કામ સિવાય ઘરની બહાર પણ ન નીકળવું તેવા આકરા નિયમો બનાવ્યા

રાજકોટ : જિલ્લામાં કાલાવડ રોડ પર આવેલા વિરડા વાજડી ગામમાં ગ્રામજનોની સાવચેતીના કારણે હજુ એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયા નથી. જ્યારથી કોરોના આવ્યો ત્યારથી જ ગામમાં આકરા નિયમો ઘડવામાં આવ્યા હતા. જેને લઈને કોરોના ગામમાં પ્રવેશી શકે નહિ. જ્યારે આજે મોટાભાગના ગામોમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. રાજકોટના વિરડા વાજડી ગામના લોકો નિરાંતે ઊંઘી રહ્યા છે. જ્યારે ગામમાં બીજા લોકોની પ્રવેશબંધી છે. જેને લઈને ગામમાં હજુ સુધી કોરોનાનો પોઝિટિવ કેસ જોવા મળ્યો નથી.
આ પણ વાંચો : ગિરિમથક સાપુતારામાં નાના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન

ગામમાં પણ ગામ સિવાયના અન્ય લોકોના આવવા પર પ્રતિબંધવિરડા વાજડી ગામમાં અંદાજીત 2 હજારથી વધુ લોકો રહે છે. જ્યારે કોરોના મહામારી આવી ત્યારે જ ગામના સરપંચ અને ગામના આગેવાનો દ્વારા ગામમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ હતું. ગામમાં માત્ર જરૂરિયાતની જ ચીજ-વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવાની, બાકી તમામ દુકાનો બંધ આવી જ રીતે ગામમાં કામ વગર આંટાફેરા કરવા અથવા જાહેરમાં બેસવાની પણ મનાઈ ફરવામાં આવી છે. જ્યારે વિરડા વાજડી ગામમાં પણ ગામ સિવાયના અન્ય લોકોને પણ આવવા પર પ્રતિબંધ છે.આ પણ વાંચો : ખેડાના ચુણેલ ગામમાં કોરોના સંક્રમણ સામે સહિયારા પ્રયાસો

ગામમાં કોરોનાના કારણે હજુ સુધી એક પણ મૃત્યુ થયું નથીવિરડા વાજડી ગામના આગેવાન રાજેશ ચાવડાએ ETV Bharatને જણાવ્યું હતું કે, અમારા ગામમાં 2 હજારથી વધુ લોકો રહે છે. પરંતુ જ્યારે કોરોના આવ્યો ત્યારથી જ અમે સરપંચ સાથે મળીને ગામમાં લોકડાઉન કરાવ્યું હતું. જ્યારે કામ સિવાય ઘરની બહાર પણ ન નીકળવું અને બીજે ક્યાંય જવું નહિ તેવા આકરા નિયમો બનાવ્યા હતા. જેના કારણે કોરોના અમારા ગામમાં આવી શક્યો નથી. મહત્વની વાત એ પણ છે કે, વિરડા વાજડી ગામમાં કોરોનાના કારણે હજુ એક પણ મૃત્યુ થયું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.