- રાજકોટમાં કોરોના કહેર યથાવત
- રાજકોટ સિવિલની બેદરકારી આવી સામે
- પરીજનોને મૃતદેહ સોંપ્યા બાદ ફરી એક વખત મૃતદેહ લઇ જવા ફોન આવ્યો
રાજકોટઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોરોનાની સારવાર લઇ રહેલા રાજીબેન મૈયાભાઈ વરુને મૃત જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ જીવતા વ્યક્તિને મૃત જાહેર કરીને તેના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. ફરી એક વખત સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા ચંદ્રકાન્તભાઇ પંડ્યાનો ગત 2 એપ્રિલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેઓ હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. બાદમાં 4 તારીખે ઓક્સિજન લેવલ ઘટી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ 12 એપ્રીલથી વેરાવળ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન ફરીથી પાટા પર દોડતી થશે
24 કલાકમાં સિવિલ હોસ્પિટલની બે- બે બેદરકારી આવી સામે
તારીખ 8 એપ્રિલના તબિયત વધુ લથડતા સવારે 5.45 વાગ્યે ચંદ્રકાન્તભાઇ પંડ્યાનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જો કે આ બાદ પરિવારજનોને અંતિમવિધિ માટે ફોન કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. 8 એપ્રિલ એટલે કે ગઇકાલે બપોરના 11 વાગ્યે અંતિમવિધી માટે મૃતદેહ પરિવારને અંતિમ દર્શન કરાવી સોંપવામાં આવ્યો હતો. જે બાદ 80 ફૂટ રોડ પર આવેલા બાપુનગર સ્થિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ કોરોનાના વધતા કેસોની સામે ઉપલેટાના વેપારીઓ પાળશે સ્વયંભૂ બંધ
24 કલાક બાદ હોસ્પિટલમાંથી ફરી એક વખત અંતિમવિધી માટે ફોન આવ્યો હતો
આજે શુક્રવારે 24 કલાક થયા બાદ હોસ્પિટલમાંથી ફરી એક વખત અંતિમવિધી માટે ફોન આવતા તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે. શુ તંત્ર પાસે મૃતદેહ લઇ જવાનો કોઇ રેકોર્ડ છે કે નહિ ? શુ મૃતદેહની સંખ્યા સરકારી ચોપડે બતાવતા હોવા કરતા વધુ હોવાથી સ્ટાફ પર કામનું ભારણ વધી જવા આ રીતે કરે છે કામગીરી ?