રાજકોટ : રંગીલા રાજકોટમાં તહેવારોની અલગ જ રોનક દેખાતી હોય છે. ત્યારે રવિવારથી શરુ થયેલી નવરાત્રી પર્વની ઉજવણી પણ ખાસ અંદાજમાં થઇ રહી છે. આજે સોમવારે બીજું નોરતું છે. ત્યારે રાજકોટમાં નવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં શેર વિથ સ્માઈલ સંસ્થા દ્વારા નવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આ સંસ્થા દ્વારા શહેરની વિવિધ આંગણવાડીઓમાં નાની બાળકીઓનું શાસ્ત્રોત વિધિ સાથે પૂજન કરવામાં આવી રહ્યું છે. જે નવે નવ દિવસ સુધી ચાલશે. જ્યારે નવ દિવસના અંતે લગભગ અંદાજિત 300 કરતાં વધુ નાની બાળાઓનું પૂજન થશે.
અર્વાચીન રીતે બાળકીઓનું કરાય છે પૂજન : શેર વિથ સ્માઈલ એનજીઓના ફાઉન્ડર કપિલ પંડ્યા ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવરાત્રીનું ખૂબ જ વિશેષ મહત્વ રહ્યુ છે. જ્યારે નવ દુર્ગાની પૂજા કરવામાં આવે છે એટલે કે ભક્તિ અને શક્તિનું સમન્વય આ નવરાત્રી દરમિયાન જોવા મળતું હોય છે.
શેર વિથ સ્માઈલ સંસ્થાને પણ વિચાર આવ્યો કે નવરાત્રી દરમિયાનમાં નવદુર્ગાની પૂજા અર્વાચીન રીતે થાય એવું આયોજન કરીએ. જેને ધ્યાનમાં રાખીને અમે રાજકોટ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આંગણવાડીઓમાં અભ્યાસ કરવા આવતી 3થી 5 વર્ષ સુધીનો નાની બાળકીઓનું પૂજન કરવાનું નક્કી કર્યું છે. ત્યારે નવરાત્રીના નવે નવ દિવસ અમે શાસ્ત્રોક્ત વિધિ સાથે નવ આંગણવાડીઓમા બાળકીનું પૂજન કરવાનું શરૂ કર્યું છે. ત્યારે પૂજનનો બીજો દિવસ છે...કપિલ પંડ્યા, (ફાઉન્ડર, શેર વિથ સ્માઈલ)
નવ આંગણવાડીઓમાં બાળકીઓનું પૂજન : શેર વિથ સ્માઈલ સંસ્થા દ્વારા આ વર્ષે નવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બાળકીના પૂજન સાથે તેમને ભાવતું ભોજન પણ કરાવવામાં આવે છે અને નવે નવ દિવસ સુધી આ બાળકીઓને અલગ અલગ લહાણીનું પણ વિતરણ કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન નાની બાળકીઓના શાસ્ત્રોક્ત રીતે પૂજન કરવાની વાત હાલ ચર્ચાનો વિષય બન્યું છે. જ્યારે નવરાત્રીના નવ દિવસમાં અંદાજિત 300 કરતા વધુ બાળકીઓનું પૂજન સાથે લહાણી આપવામાં આવનાર છે.
- Navratri 2023 in Rajkot : રાજકોટમાં ગરબા ક્વીન ઐશ્વર્યા મજમુદાર સાથે ખાસ વાતચીત, કયા ગીતો લઇને શરુ કરાવશે નવરાત્રીની રંગતાળી જૂઓ
- Navratri 2023 in Rajpipla : નર્મદાના રાજપીપળામાં નવરાત્રિના પ્રથમ દિવસે બાલિકા ગરબાએ રમઝટ બોલાવી
- Kutch News : માતાના મઢમાં ખાટલા ભવાની મંદિર અને ચાચરા કુંડ નવીનીકૃત, 32 કરોડથી વધુના ખર્ચે વિકાસ કાર્ય પ્રગતિમાં