રાજકોટઃ ગોંડલ તાલુકાના વેકરી ગામે PSI ટી.એસ.રિઝવી સહિત ટીમે દરોડા પાડી કુલ રૂપિયા 30 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વિદેશી શરાબની 54 બોટલો સાથે એક શખ્સ ઝડપાયો હતો.
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચના મુજબ ગોંડલ DYSP પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર ટી.એસ.રિઝવી, HC મહાવીરસિંહ જાડેજા PC પ્રકાશ પરમાર તથા PC રવિરાજસિંહ વાળા સહિતના ગોંડલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા હતા, તે દરમિયાન પો.કો પ્રકાશ પરમારને મળેલી બાતમીના આધારે ગોંડલ તાલુકાના વેકરી ગામે આરોપી વિશ્વરાજસિંહ ચુડાસમાના રહેણાંક મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 54 બોટલ કીમત રૂપિયા 31,100/- પકડી પાડી હતી.
ઇસમની વધુ પૂછપરછ કરતા આ વિદેશી દારૂ ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી જગદીશસિંહ જાડેજા પાસેથી મેળવ્યો હોવાનું પોલીસ દ્વારા જાણવા મળેલુ છે. ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી જગદીશસિંહ જાડેજા ભુણાવા વાળાને પકડવામાં માટે ચક્રોગતિમાન કર્યા છે.