રાજકોટના મોરબી રોડ પરથી 9, બેડીગામમાં 8, કોઠારિયા મેઈન રોડ પરથી 7 અને નાલોદા નગરમાંથી 8 ઈસમો મળી કુલ 32 જેટલા જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ બધા આરોપીએ વિરુદ્ધ ફરીયાદ નોંધઈ રાજકોટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
એક માન્યતા પ્રમાણે સૌરાષ્ટ્રમાં કેટલાંક પરિવારો ઘરમાં ગંજીપત્તા રમીને આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેને લઈને રાજકોટ પોલીસે તહેવાર દરમિયાન સત્તત પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જાહેરમાં અને રહેણાંક મકાનમાં જુગાર રમતા કુલ 32 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ જુગારીઓ પાસે રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.