રાજકોટ : કોરોનાના કહેર અને લોકડાઉન દરમિયાન શહેરથી બહાર ગયેલા અથવા દેશ વિદેશમાં વસતા લોકો પોતાના વતન આવી રહ્યા છે. જેથી દિવસેને દિવસે કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગોંડલ આરોગ્યની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 2500થી વધુ લોકોની તપાસી કરી હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન SRP જવાન અને વૃદ્ધ દંપતી કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તાલુકા હેલ્થ ઓફિસર ગોયલે જણાવ્યું હતું કે, બહારથી આવતા લોકો આપણા પરિવારના સદસ્યો જ છે, આવનાર તમામ લોકો સંક્રમિત હોય તેવી લઘુતાગ્રંથિ ન બાંધો પણ સોશિયલ ડિસ્ટન્સ જરૂરથી જાળવો, આરોગ્ય ટીમને સહકાર આપવા અને કન્ટ્રોલ રૂમ 220093 તેમજ 220008 ઉપર જાણ કરવા અનુરોધ કર્યો હતો.
ગોંડલમાં આરોગ્ય ટીમ દ્વારા 2500થી વધારે લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા - લોકોને હોમ કોરન્ટાઇન કરાયા
સમગ્ર દેશમાં કોરોનાના કેસ સત્તત વધી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલમાં આરોગ્ય ટીમ દ્વારા 2500થી વધારે લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે.