શહેરમાં એર-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એર-શોને રૂપાણી દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેમજ એર -શોને નિહાળવા માટે 25 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. એર-શોમાં પેરામોટરિંગ, પેરા સેઇલિંગ, ફ્લેયેબલ એરો મોડલિંગ, હેલિકોપ્ટર, મેનુવરેબિલિટી, ફ્લાય પાસ, સ્કાય ઇવનિંગ અને હોટ એર બલૂન જેવા આકાશી કરતબો લોકોએ નિહાળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક પર્વ રાજકોટ ખાતે ઉજવવાનો છે. જેના ભાગરૂપે અઠવાડિયા અગાઉ રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.