રાજકોટ : કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં અરડોઈની બે સગી બહેનો ઉપર છરીની અણીએ સતત પાંચ માસથી દુષ્કર્મ થતુ હોવાની ફરીયાદ નોંધાતા તાલુકા ભરમાં ભારે ચકચાર મચી છે. આ બનાવ અંગે સીપીઆઈ કે.એન.રામાનુજ દ્રારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
- અરડોઈમાં બે સગી બહેનો પર છરીની અણીએ પાંચ માસથી થતું હતું દુષ્કર્મ
- બે સગી બહેનોએ નોંધાવી પોલીસ ફરિયાદ
- પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
- ભોગ બનનારના મેડિકલ ટેસ્ટ કરાવવા કાર્યવાહી
રામોદ ગેંગરેપની ફરીયાદની શાહી પોલીસ ચોપડે હજુ સુકાઈ નથી. ત્યાં તાલુકાના અરડોઈ ગામની બે સગી બહેનો પર છરીની અણીએ દુષ્કર્મ થયું હોવાની વધુ એક પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે. આ બનાવ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આરોપી રૂત્વીક મહેશભાઈ ખંભાયતા અને ભાવેશ ડાયાભાઈ ખંભાયતા બંને કૌટુંબિક કાકા ભત્રીજાએ અરડોઈ ગામની બે સગી બહેનો પર છેલ્લા પાંચ મહીનાથી રાત્રીના સમયે ઘરે જઈ નરાધમો છરીની અણીએ ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજારતા હતા.
આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસ દ્વારા ભોગ બનનારના મેડિકલ ટેસ્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.