- કાંતિલાલ સિંગળા નામના મધ્યપ્રદેશના વ્યક્તિએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું
- પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાજ નોંધાઈ
- 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થતાં પંથકમાં ચકચાર
રાજકોટઃ ધોરાજીના જમનાવડ ગામમાં પોતાના પરિવાર સાથે રહેતી અને મજૂરી અર્થે આવેલા પરિવારની બાળકી સાથે દુષ્કર્મ થયું હતું. 13 વર્ષની બાળકીને અવાવરૂ જગ્યાએ લઈ ગયેલા કાંતિલાલ મંગીલાલ સિંગળા નામના મધ્યપ્રદેશના વ્યક્તિએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની પાટણવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને ફરિયાદ બાદ પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરી તુરંત શોધખોળ શરૂ કરવામાં આવી છે.