રાજકોટ: ઉપલેટામાં COVID-19 અંતર્ગત સરકારના અનલોક-2ના જાહેરનામા અનુસંધાને ધાર્મિક સંસ્થાઓ, મંદિરોના સ્થળોએ કોરોનાનું સંક્રમણ અટકાવવાના ભાગરૂપે સંસ્થાઓના વડા, ટ્રસ્ટીઓ તથા અધિકારીગણ સાથે પ્રાંત અધિકારી મિયાણીના અધ્યક્ષ સ્થાને બેઠક થઈ હતી.
![Meeting of the Province Officer and the Trustees of the Temples at Upleta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-05-upleta-mandir-trasti-sdm-mitting-photo-gj10022_21072020192604_2107f_1595339764_827.jpg)
કોરોનાના વધતા કેસો રોકવા શ્રાવણ માસ દરમ્યાન ધાર્મિક મેળા, શોભાયાત્રા, ગણપતિ ઉત્સવ વગેરેનું આયોજન ન કરવા અને ધાર્મિક સ્થળે લોકો એકત્રિત ન થાય તે અંગે ચર્ચા થઈ હતી. લોકો અને શ્રધ્ધાળુઓને જાગૃત કરવા અને આયોજનો બંધ રાખવામાં સૂચના આપવામાં આવી હતી.