ETV Bharat / state

Mauritius PM Gujarat Visit : રાજકોટમાં મોરેશિયસના વડાપ્રધાનનો રોડ શો, ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું - વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ રોડ શો

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ આજે (Mauritius PM Gujarat Visit)રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર ભારતીય પરંપરા અનુસાર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ 2 કિલોમીટર લાંબો વિશાળ રોડ-શો યોજાયો હતો. શહેરના છાત્રો દ્વારા જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Mauritius PM Gujarat Visit : રાજકોટમાં મોરેશિયસના વડાપ્રધાનો રોડ શો, ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું

author img

By

Published : Apr 18, 2022, 8:24 PM IST

Updated : Apr 18, 2022, 10:02 PM IST

રાજકોટ: મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ પર ભારતીય પરંપરા અનુસાર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમનો 2 કિલોમીટર લાંબો વિશાળ રોડ-શો યોજાયો (Prime Minister Pravind Jugnath Road Show)હતો. શહેરની વિવિધ કોલેજના છાત્રો દ્વારા જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ યુવતિઓનો તલવાર રાસ નિહાળીને મોરેશિયસનાં વડાપ્રધાન અભિભૂત થયા હતાં. લોકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જો કે રોડ શોને કારણે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હોવાથી એમ્બ્યુલન્સ સહિત વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વડાપ્રધાનો રોડ શો

આ પણ વાંચોઃ Britain PM Gujarat Visit: બોરિસ જોનસન 21 એપ્રિલે આવશે અમદાવાદ, ગુજરાત આવનારા બ્રિટનના પહેલા PM

લોક સંગીત અને લોક નૃત્ય સહિતના કાર્યક્રમો યોજાયા - મોરેશિયસના વડાપ્રધાનને એરપોર્ટ પર વહીવટી તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં એરપોર્ટ પરથી (Prime Minister of Mauritius visits Rajkot )રેસકોર્સ રિંગરોડ પર તેમનો રોડ શો યોજાયો હતો. અલગ અલગ 25 પોઇન્ટ પર શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં 10 સ્ટેજ પરથી સાંસ્કૃતિક તેમજ 15 સ્ટેજ પરથી વિવિધ સંસ્થાઓ દ્વારા લોક સંગીત અને લોક નૃત્ય સહિતના કાર્યક્રમો યોજાયા હતા. યુવતિઓ દ્વારા રજૂ કરવામાં આવેલો તલવાર રાસ જોઈને તેઓ અચરજ પામ્યા હતા.

આ પણ વાંચોઃ Mauritius PM Gujarat Visit: પ્રવિંદ જુગનાથ આજે રાજકોટના પ્રવાસે, રાજકોટ આવનારા મોરેશિયસના પ્રથમ PM

મોરેશિયસના વડાપ્રધાન ઉષ્માભર્યું અભિવાદન - ઉલ્લેખનીય છે કે, રોડ શો દરમિયાન ગરબા, તલવાર રાસ, નાસિક ઢોલ, કથ્થક નૃત્ય, ગણેશ વંદના, સીદ્દી નૃત્ય, વંદે માતરમ, લોકનૃત્ય વગેરેની રજૂઆત વિવિધ સંસ્થાઓ તથા શાળા-કોલેજના છાત્રો દ્વારા કરવામાં આવી હતી. રોડ શોના વિવિધ સ્પોટ પર આત્મિય કોલેજ, મારવાડી કોલેજ, આર.કે. યુનિવર્સિટી, જીનિયસ સ્કૂલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, પી.ડી.યુ. મેડિકલ કોલેજ, અર્જુનલાલ હિરાણી કોલેજ ભગિની સેવા ફાઉન્ડેશન, ધોળકિયા સ્કૂલ તથા તાલાલા ગીરની સંસ્થાના સભ્યો દ્વારા મોરેશિયસના વડાપ્રધાન સહિતના આમંત્રિતોનું ખાસ ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું.

Last Updated : Apr 18, 2022, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.