ETV Bharat / state

ચૂંટણી પહેલાં રેલવે પોલીસની મોટી કાર્યવાહી, કાલુપુર રેલવે સ્ટેશન પરથી 54 લાખથી વધુની રોકડ સાથે શખ્સ પકડાયો - undefined

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નું બ્યુગલ વાગી ચૂકતું છે ત્યારે વહીવટી તંત્ર પણ ચૂંટણીની કામગીરીમાં જોતરાય ગયું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને હાલ આચારસંહિતા છે ત્યારે ચૂંટણી વિભાગની સાથો સાથ પોલીસ તેમજ સાઇબર ક્રાઇમ વિભાગ પણ સતર્ક બન્યું છે. ત્યારે ચેકિંગ દરમિયાન આજે સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાથી 1 કરોડનું સોનુ તથા અમદાવાદ રેલવે સ્ટેશન પરથી એક શખ્સ 56 લાખ રોકડા રૂપિયા સાથે ઝડપાયો છે.

Major action by railway police ahead of elections, man caught with over 54 lakh cash from Kalupur railway station

author img

By

Published : Nov 29, 2022, 4:42 PM IST

અમદાવાદ: 2022ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આચારસંહિતા પાળવા ગુજરાતના વિવિધ રેલવે સ્ટેશન પર આવતી ટ્રેનોની તપાસ કરવામાં આવી રહી છે. ઈલેક્શન પહેલા રેલવે પોલીસની મોટી કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે રાજકોટ-રેલવે SOG એ સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાં અંદાજિત 1કરોડના સોના સાથે આંગડિયા પેઢીના કર્મચારીની અટકાયત કરી છે. મુંબઇથી આવતી ટ્રેનમાં ચેકિંગ દરમિયાન ત્રણ અલગ અલગ પાર્સલમાં સોનાનો જથ્થો મળી આવ્યો છે. રેલ્વે SOG પોલીસે ઈન્કમ ટેક્સ વિભાગને આ અંગે જાણ કરી હતી. ચૂંટણી આચારસંહિતા વચ્ચે આટલો મોટો જથ્થો પકડાતા વધુ તપાસ હાથ ધરાઈ છે.

તો બીજી તરફ, આજે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી 56 લાખ રૂપિયા સાથે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. કાલુપુર રેલવે સ્ટેશન પરથી 56 લાખ રૂપિયા સાથે એક વ્યક્તિ પકડાયો છે. મુંબઈથી અમદાવાદ આવતા 61 વર્ષીય સિનિયર સિટીઝનની રેલવે પોલીસે ધરપકડ કરી છે. જેમનુ નામ અમિત શશીકાંત શાહ છે. અમિત શાહ અમદાવાદના બિલ્ડરને રૂપિયા આપવા માટે મુંબઈથી આવ્યો હોવાનું તેણે જણાવ્યું. રેલવે પોલીસ એએમ દેસાઈએ જણાવ્યું કે, ઈન્કમટેક્સ સાથે સંકલન કરી તપાસ ચાલુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને હાલ આચારસંહિતા છે ત્યારે ચૂંટણી વિભાગ ની સાથો સાથ પોલીસ તેમજ સાઇબર ક્રાઇમ વિભાગ પણ સતર્ક બન્યું છે.

ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે અને તેમાં પણ ઉમેદવારો પ્રચારના એક માધ્યમ તરીકે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, ત્યારે સોશિયલ મીડિયામાં કોઈ અફવાઓ ફેલાવી નહિ કે કોઈ ઉમેદવારના ખોટા મેસેજ કે બદનામ કરવાના ઈરાદે કોઈ મેસેજ કે પોસ્ટર વાયરલ થાય નહિ અથવા તો ભડકાઉ ભાષણ આવા દરેક મુદ્દા પર હવે સાઇબર ક્રાઇમ પણ સતર્ક બની સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યું છે...

For All Latest Updates

TAGGED:

Gujarati
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.