રાજકોટ: મહાશિવરાત્રી મેળા માટે જૂનાગઢ-રાજકોટ અને જૂનાગઢ-કાંસિયા નેશ વચ્ચે “ફેર સ્પેશિયલ ટ્રેન” (FAIR FESTIVAL TRAIN) દોડાવવામાં આવશે અને ઘણી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે. જેમાં વેસ્ટર્ન રેલવેના ભાવનગર મંડલના જૂનાગઢ ખાતે દર વર્ષે મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે યાત્રિકોની સેવાઓ અને સુવિધાઓ માટે રેલવે વિભાગ દ્વારા સુવિધાઓમાં વધારો કરીને ટ્રેન સેવા અને વધારી છે અને સાથે ઘણી ટ્રેનોમાં કોચ પણ વધારવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે.
કોચ લાગશે: અંગે વેસ્ટર્ન રેલ્વેના ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદના જણાવ્યા મુજબ, “મહાશિવરાત્રી મેળા” સંબંધિત ભીડને ધ્યાનમાં રાખીને, આ સમયગાળા દરમિયાન યાત્રિયોને સુવિધા આપવા માટે રેલ્વે પ્રશાસને જૂનાગઢ-રાજકોટ અને જૂનાગઢ-કાંસિયા નેશ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે ઘણી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.
સ્પેશિયલ ટ્રેન: જૂનાગઢથી રાજકોટ માટે 15 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી (16-02-2023 અને 20-02-2023 સિવાય) "મેળા સ્પેશિયલ ટ્રેન" ચલાવવામાં આવશે. જેમાં વિશેષ ટ્રેન રાજકોટથી સવારે 10:40am કલાકે ઉપડશે. જૂનાગઢ સ્ટેશને બપોરે 12:45pm કલાકે પહોંચશે, તેવી જ રીતે આ ટ્રેન જૂનાગઢથી બાપોરે 03:30pm કલાકે ઉપડશે અને 05:55pm કલાકે રાજકોટ પહોંચશે. જેમાં આ ટ્રેન વડાલ, ચોકી સોરઠ, જેતલસર જંકશન, નવાગઢ, વીરપુર, ગોમટા, ગોંડલ, રીબડા, કોઠારીયા અને ભક્તિનગર, રાજકોટ જંકશન સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે તેવું જણાવવામાં આવ્યું છે.
જૂનાગઢ મેળા સ્પેશિયલ ટ્રેન: જૂનાગઢથી કાંસિયા નેશ માટે 15 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી દરમિયાન "મેળા સ્પેશિયલ ટ્રેન" ચલાવવામાં આવશે. જેમાં ઉપરોક્ત દિવસોમાં આ વિશેષ ટ્રેન જૂનાગઢથી સવારે 11:10am કલાકે ઉપડશે અને બપોરે 01:20pm કલાકે કાંસિયા નેશ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે આ ટ્રેન કાંસિયા નેશથી બપોરે 01:40pm કલાકે ઉપડી જૂનાગઢ બાપોરે 04:00pm કલાકે પહોંચશે.
વધારાના કોચ: આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર અને સતાધાર સ્ટેશનો પર ઉભી રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. મહા શિવરાત્રી મેળાને લઈને વેસ્ટર્ન રેલ્વેના ભાવનગર ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધાઓ માટે હાલ વધારાના કોચ પણ ઉપલબ્ધતા કરવામાં આવ્યા છે. જેમાં રેલવે વિભાગના જણાવ્યા અનુસાર 15-02-2023 થી 21-02-2023 સુધી ટ્રેન નં. 19119/19120 સોમનાથ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ, 09513/09514 વેરાવળ-રાજકોટ-વેરાવળ પેસેન્જર, 19207/19208 પોરબંદર-સોમનાથ-પોરબંદર એક્સપ્રેસ અને 09522/09521 સોમનાથ-રાજકોટ-સોમનાથ પેસેન્જરમાં વધારાના કોચ લગાવવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે ત્યારે મુસાફરો પણ આ તહેવાર દરમિયાન મુસાફરી માટેની વધુ સેવાઓ અને સુવિધાઓ મેળવી શકશે. તેવું વેસ્ટર્ન રેલ્વેના ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદ દ્વારા જણાવવામાં આવ્યું છે.