રંગીલા રાજકોટમાં સાતમ આઠમના તહેવાર પૂર્વે વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાઇ રહ્યો છે. ત્યારે ફરી એકવાર શહેરની થોરાળા પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસને બાતમી મળી હતી કે અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા લખેલી પિકઅપ વેનમાં વિદેશી દારૂનો જથ્થો છે. જેના આધારે પોલીસે પિકઅપ વેન આવતાની સાથે જ રોકી હતી. જેની તપાસ કરતા તેમાંથી અલગ અલગ કંપનીનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
જેમાં 600 કરતા વધારે બોટલો મળી આવી હતી. જેની 3 લાખ રૂપિયા જેટલી અંદાજીત કિંમત છે. આ સાથે જ પોલીસે પિકઅપ વેનના ડ્રાઈવર સાથે કુલ 7,11,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.