ETV Bharat / state

Rajkot News: ઉપલેટાના એનિમલ હોસ્ટેલમાં દીપડાએ હુમલો કરી ત્રણ વર્ષની વાછરડીનું કર્યું મારણ - Rajkot leopard

રાજકોટના ઉપલેટામાં નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં રાખવામાં આવેલ ગાયોની ગૌશાળામાં દીપડાએ આતંક મચાવ્યો છે. હુમલો કરીને એક ત્રણ વર્ષની વાછરડીનું મારણ કરી નાખતા અરેરાટી મચી ગઈ છે. લોકોમાં પણ ભય ફેલાયો છે. જાણો વિગતો.

Rajkot News: ઉપલેટાના એનિમલ હોસ્ટેલમાં દીપડાએ હુમલો કરી ત્રણ વર્ષની વાછરડીનું મારણ કર્યું, હુમલાની ઘટનાથી લોકોમાં ભારે ભય ફેલાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2023, 11:05 AM IST

ઉપલેટાના એનિમલ હોસ્ટેલમાં દીપડાએ હુમલો કરી ત્રણ વર્ષની વાછરડીનું મારણ કર્યું, હુમલાની ઘટનાથી લોકોમાં ભારે ભય ફેલાયો

રાજકોટ: ઉપલેટા શહેરના પાટણવાવ રોડ પર આવેલ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ એટલે કે ગૌશાળાની અંદર ગત રાત્રિએ દીપડાએ આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. અહીંયા દીપડાએ ત્રણ વર્ષની વાછરડીનું મારણ કરીને મારણ કર્યા બાદ દીપડો વાછરડીને લઈ દિવાલ કુદવામાં નિષ્ફળ જતા મારણ કરેલ વાછરડી એનિમલ હોસ્ટેલની દીવાલ પાસે મૃત હાલતમાં મળી આવી છે. હુમલાની આ ઘટના બાદ એનિમલ હોસ્ટેલના સંચાલકોને જાણ થતા તુરંત એનિમલ હોસ્ટેલ ટીમ તેમજ આગેવાનો દોડી આવ્યા હતા. સમગ્ર બાબતે ઉપલેટા ફોરેસ્ટ વિભાગના તંત્રને જાણ કરી હતી.

"ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ કે જ્યાં 700 જેટલી ગાયોનો નિભાવ કરવામાં આવે છે. તે ગાયોની ગૌશાળાની અંદર ગતરાત્રિએ દીપડાએ હુમલો કરી એક ત્રણ વર્ષની વાછરડીનું મારણ કર્યું છે. મારણ કર્યા બાદ વાછડીને લઈ જવામાં દીપડો નિષ્ફળ ગયો હતો. કારણ કે દીપડો વાછરડીને લઈને દીવાલ કૂદવા માટે ગયો હતો. ત્યારે દીવાલ કૂદી ન શકતા અને વાછરડી છૂટી જતા વાછરડીનો મૃતદેહ એનિમલ હોસ્ટેલની દીવાલ પાસે પડ્યો હતો. જે અંગેની જાણ થતા જ તુરંત ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા."-- પિયુષભાઈ માકડીયા ( ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલના પ્રમુખ)

આગળની કાર્યવાહી: આ બનાવને લઈને ઉપલેટા ફોરેસ્ટ ઓફિસર બ્રિજેશ બારૈયાએ જણાવ્યું હતું કે, " ઉપલેટા શહેરના પાટણવાવ રોડ પર આવેલ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલની ત્રણ વર્ષની વાછરડીનું દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું છે. મારણ કર્યા બાદ દીપડો વાછરડીને લઈ જવામાં નિષ્ફળ ગયો હતો. તેથી વાછરડીનો મૃતદેહ એનિમલ હોસ્ટેલની દીવાલ પાસે મૃત હાલતમાં મળી આવ્યો છે. જેને લઈને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રયત્ન નિષ્ફળ થયો: ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલની અંદર 700 જેટલી ગાયોનો નિભાવ કરવામાં આવે છે ત્યારે થોડા દિવસ પૂર્વે દીપડો હોસ્ટેલમાં ઘૂસી આવ્યો હતો ત્યારે થોડા દિવસ પહેલા ઘુશી આવેલ દીપડાએ કોઈપણ હુમલો કે મારણ નતું કર્યું હતું જે બાદ ફરી એક વખત દીપડો હોસ્ટેલમાં ઘૂસી આવ્યો હતો અને ત્રણ વર્ષની વાછરડીનું મારણ કરી તેમને લઈ જવા માટેનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમનો પ્રયત્ન નિષ્ફળ થયો હતો.

મોતને ઘાટ ઉતારી દીધી: આ એનિમલ હૉસ્ટેલના સંચાલકોના જણાવ્યા પ્રમાણે ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલની અંદર મારણની આ ઘટના પ્રથમ નથી. કારણ કે અગાઉ પણ અંદાજિત એક વર્ષ પહેલા આ જ એનિમલ હોસ્ટેલમાં પશુનું મારણ થયું હોવાનું પણ એનિમલ હોસ્ટેલના સંચાલકો જણાવે છે. ત્યારે આ ઘટના બનતા આસપાસના વિસ્તારના ખેડૂતોમાં અને લોકોની અંદર ભારે ભયનો માહોલ છે. કારણકે થોડા સમય પહેલા જ ઉપલેટા તાલુકાના મેરવદર ગામે દીપડાએ એક ત્રણ વર્ષની માસુમ બાળકીને પોતાનો શિકાર બનાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે ફરી એક વખત ઉપલેટા વિસ્તારની અંદર દીપડાના આતંકને લઈને લોકોમાં ભારે ભય ફેલાયો છે.

  1. Rajkot Child Labor : રાજકોટની ધ ગ્રાન્ડ ઠાકર હોટલમાં બાળમજૂરી, 10 પરપ્રાંતીય બાળમજૂર રેસ્ક્યુ કરાયા
  2. Rajkot News: રાજકોટ ખાનગી હોસ્પિટલની મનમાની, આયુષ્યમાન કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી પડાવ્યા પૈસા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.