ETV Bharat / state

ગોંડલના વી. કે. નગરમાં ઘોડી પાસાના જુગાર ધામામાં LCBના દરોડા, ચાર ઝડપાયા ચાર ભાગી છૂટયા

ગોંડલના પોલીસ મથકમાં દિનપ્રતિદિન જુગારના કેસો નોંધાઇ રહ્યા હોય તે ઉપરાંત એલસીબી પોલીસ દ્વારા પણ વારંવાર વિવિધ જગ્યાએ દરોડા પાડી જુગારધામાઓ પકડી પાડવામાં આવતા હોય જેમાં વધુ એક વધારો થયો છે. પોલીસે ગોંડલમાં જુગાર રમતા 4 આરોપીને ઝડપી પાડ્યા છે.

ગોંડલમાં LCB પોલીસે દરોડો પાડી જુગારધામું ઝડપ્યું

author img

By

Published : Dec 15, 2020, 3:36 PM IST

  • ગોંડલમાં LCB પોલીસે દરોડો પાડી જુગારધામું ઝડપ્યું
  • દરોડામાં રૂપિયા 1,21,700નો મુદ્દામાલ જપ્ત કરાયો
  • દરોડા દરમિયાન મકાનમાલિક નાશી છૂટ્યો

રાજકોટઃ જિલ્લાના ગોંડલમાં એલસીબી પોલીસે બાતમીના આધારે વાછરા રોડ પર વી કે નગરમાં કિશન ચૌહાણના મકાનમાં હુસેન ઉર્ફે ગંભો આદમાણી ભગવતપરા ગોંડલ વાળા દ્વારા ઘોડી પાસાનો જુગાર રમાડવામાં આવતો હોય દરોડો પાડી જુગાર રમતા જાફર ઉર્ફે અક્રમ કીડીયા ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર, ધર્મેન્દ્ર મનસુખલાલ અઘાડા, તેમજ પરસોત્તમ ધવલ ઓઢવને ઝડપી પાડ્યા છે.

પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી

પોલીસે રોકડા રૂપિયા 99,700 તેમજ એક બાઈક, મોબાઈલ મળી કુલ રૂપિયા 1,21,700નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

આ કાર્યવાહીમાં મકાનમાલિક કિશન ચૌહાણ તેમજ દરોડા દરમિયાન નાસી જનાર હુસેન આદમાણી અને બે અજાણ્યા શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.