ETV Bharat / state

પાટણવાવ ઓસમ ડુંગર પર સુવિધાના અભાવ વચ્ચે સ્પર્ધાનું આયોજન - Rajkot news

ધોરાજીઃ તાલુકા પાટણવાવ ગામે આવેલા ઐતિહાસિક ઓસમ ડુંગર આવેલો છે. જ્યાં આગામી 12 તારીખે પ્રથમ વખત આરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ત્યારે ઓસમ ડુંગર પર પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના અહેવાલો સામે આવ્યાં છે. આ ડુંગરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરાયું છે. પરંતુ ત્યાં પ્રવાસીઓ માટે પ્રાથમિક સુવિધાની વ્યવસ્થા જ કરવામાં આવી નથી. જેથી સ્થળ ઐતિહાસિક મહત્વ ધરાવતું હોવા છતાં તેનો કોઈ ખાસ વિકાસ થયો નથી.

patanavav
patanavav
author img

By

Published : Jan 9, 2020, 10:02 PM IST

જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલાં પાટણવાવના ઓસમ ડુંગરના વિકાસ માટે રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા કોરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ તેનો કોઈ ઉપયોગ થતો ન હોવાનું પ્રવાસીઓ જણાવી રહ્યાં છે. કારણ કે, આ સ્થળ પર શૌચાલય, કેન્ટીન અને બેસવાની સુવિધા કરવામાં આવી નથી. જેથી પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આગામી 12 તારીખે આરોહણ સ્પર્ધાનું આયોજન થતાં લોકો તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે.

પાટણવાવ ઓસમ ડુંગર પર સુવિધાના અભાવ વચ્ચે સ્પર્ધાનું આયોજન

આ અંગે પ્રાથમિક માહિતી મેળવવા માટે Etv BHARATએ ઓસમ ડુંગર જઈને પ્રવાસીઓ સાથે મુલાકાત કરી હતી. જેમણે ડુંગર પર સુવિધાઓનો અભાવ હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ ડુંગર પર શૌચાલય સહિતની સુવિધા અંગેની કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

આમ, અસુવિધાઓ વચ્ચે પાટણવાવમાં પ્રથમવાર યોજાનાર આ સ્પર્ધામાં 14 થી 18 વર્ષના યુવકો અને યુવતીઓ ભાગ લેવાના છે. ત્યારે તંત્ર દ્વારા સુવિધા ઉભી કરવામાં આવે છે અથવા તો અધૂરી કામગીરી પૂરી કરવામાં આવે છે કે નહીં તે જાણવું રસપ્રદ છે.

Intro:એન્કર :- ધોરાજી તાલુકા પાટણવાવ ગામે આવેલ ઐતિહાસિક ઓસમ ડુંગર પર પ્રથમ વખત આરોહણ સ્પર્ધા નું આયોજન આગામી 12 તારીખે રાખવામાં આવ્યું છે હાલ ત્યાં ની પરિસ્થિતિ કઈક અલગ જ જોવા મળી રહી છે શૌચાલય, કેન્ટીન, પીવાનુંપાણી, તથા અન્ય સુવિધા નો અભાવ જોવા મળ્યો છે રાજ્ય સરકારે પ્રવાસન સ્થળ તરીકે જાહેર કર્યું છે પણ આ ઓસમ ડુંગર પર અસુવિધાઓ જોવા મળી.

વિઓ :- રાજકોટ જિલ્લા ના પ્રવાસન પર્યટન ક્ષેત્રે આગવું નામ ધરાવતું ધોરાજી તાલુકાના પાટણવાવ માં આવેલ ઓસમ ડુંગર ખાતે રાજ્ય સરકાર ના પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી હાલ ઓસમ ડુંગરે શૌચાલય, કેન્ટીન ની સુવિધાઓ નથી હાલ ત્યાં લાઈટો ના મસ મોટા ટાવરો ઉભા કર્યા છે પણ પાવર નથી પ્રવાસન સ્થળ પર એક પણ જગ્યાએ સી.સી.ટીવી પણ રાખવામાં આવ્યા નથી Etv દ્વારા ઓસમ ડુંગર ની કેન્ટીન અને શૌચાલય ની તપાસ કરવામાં આવી તો શૌચાલય ની બહાર સરસ મજાનું પેન્ટિંગ કર્યું છે સ્વછતા વિશે ના સ્લોગન લખવામાં આવ્યા છે શૌચાલય માં નળમાંથી પાણી આવતું હોય તેવું એક ચિત્ર દોરવામાં આવ્યુ છે પણ શૌચાલયમાં
એક પણ જગ્યાએ પાણી નો નળ અને પાણીની લાઈન પણ નાખવામાં નથી આવી હાથ ધોવા માટે ગેન્ડી રાખવામાં આવી છે પણ ત્યાં પાણી ની પાઇપ કે નળ ફિટ કરવામાં આવેલ નથી હાથ ધોવા માટે ગેન્ડી રાખવામાં આવી છે પણ જાણે મ્યુઝિયમ માં રાખી હોઈ તેવું લાગી રહ્યું છે શૌચાલય માં એક પણ લાઈટ નો પોઈન્ટ અથવા તો લાઈટો પણ નથી બીજી બાજુ જ્યારે કેન્ટીનમાં લાઈટો ના બોર્ડ ફિટ કરવામાં આવ્યા છે એ પણ ચાલુ હાલત માં નથી.

આગામી 12 તારીખે 14 થી 18 વર્ષ ના યુવકો અને યુવતીઓ માટે સૌ પ્રથમ વખતે પાટણવાવ માં ઓસમ ડુંગરે આરોહણ, અવરોહણ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે હવે તંત્ર દ્વારા કઈ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે એ પણ એક પ્રશ્ન છે ઓસમ ડુંગર નો વિકાસ ખાલી કાગળ પર જ રહેશે કે કેમ એતો આવનારો સમય જ બતાવશે.

Body:બાઈટ - ૦૧ - વિનોદભાઇ લુણસિયા (પ્રવાસી, ઉપલેટા)

બાઈટ - ૦૨ - આર્યન ત્રિવેદી (પ્રવાસી)

બાઈટ - ૦૩ - રાજેશભાઈ બગડા (પ્રવાસી)

બાઈટ - ૦૪ - મિત્તલ મકવાણા (પ્રવાસી,રાજકોટ)

Conclusion:સ્પેશિયલ સ્ટોરી - થબલેન ફોટો

આવતી 12 તારીખે જિલ્લા તંત્ર દ્વારા પાટણવાવ ખાતે આરોહણ સ્પર્ધા નું આયોજન છે પણ આજ સુધી ત્યાં કઈ પણ સુવિધા નથી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.