ETV Bharat / state

અમરેલી જિલ્લા પોલીસ વડાને સસ્પેન્ડ કરવાની માગ સાથે કરણી સેનાએ મામલતદારને આવેદન આપ્યું - અમરેલી પોલીસ સમાચાર

રાજકોટ જિલ્લાના જેતપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા અમરેલી જિલ્લાના પોલીસ વડાને સસ્પેન્ડ કરવાની માગ સાથે જેતપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં એક સમાજના લોકો હાજર રહ્યા હતાં. છેલ્લાં ત્રણ વર્ષના કેસોની ન્યાયિક તપાસ કરવામાં આવે અને નિર્દોષોને ન્યાય આપવામાં આવે તેવી માગ પણ કરની સેના દ્વારા કરવામાં આવી હતી. અમરેલી પોલીસ દ્વારા અશોકસિંહ બોરીચાના એન્કાઉન્ટરનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું અને તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. જેમાં અપરાધી અશોકસિંહ બોરીચાના બહેન હેમુબેને ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરતાં પોલીસે હેમુબેન પર ગંભીર ધારાઓ લગાવવામાં આવી હતી.

કરણી સેનાએ અમરેલી જિલ્લાના લુઆરા ગામની ઘટનાને સંદર્ભે અપાયું આવેદનપત્ર

author img

By

Published : Feb 15, 2021, 2:25 PM IST

  • અમરેલી જિલ્લાના લુઆરા ગામની ઘટનાને સંદર્ભે અપાયું આવેદનપત્ર
  • છેલ્લાં ત્રણ વર્ષના કેસોની ન્યાયિક તપાસ કરવામાં આવે
  • નિર્દોષોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરણી સેનાએ કરી

રાજકોટઃ અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવેલા છેલ્લાં ત્રણ વર્ષના કેસોની ન્યાયિક તપાસ કરવામાં આવે અને નિર્દોષોને ન્યાય આપવામાં આવે તેવી માગ પણ કરની સેના દ્વારા કરવામાં આવી હતી. અમરેલી પોલીસ દ્વારા એન્કાઉન્ટરનું કાવતરું કરાયની ઘટનાને લીધે કરણી સેનાએ આવેદન આપ્યું હતું. કરણી સેના દ્વારા તેમના આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, અમરેલી પોલીસ દ્વારા અશોકસિંહ બોરીચાના એન્કાઉન્ટરનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું અને તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. જેમાં અપરાધી અશોકસિંહ બોરીચાના બહેન હેમુબેને ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરતાં પોલીસે હેમુબેન પર ગંભીર ધારાઓ લગાવવામાં આવી હતી.

કરણી સેનાનું આવેદનપત્ર
કરણી સેનાનું આવેદનપત્ર

કરણી સેનાની માંગ

કરણી સેનાએ માંગ કરી હતી કે અશોકસિંહ બોરીચાના બહેન હેમુબેનની બી સમરી ભરી તમામ ચાર્જમાંથી મુક્ત કરવામાં આવે અને આ બનાવમાં સામેલ તમામ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે. કરણી સેના દ્વારા આ આવેદનપત્ર જેતપુર મામલતદાર મારફત ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન, ગૃહ પ્રધાન અને પોલીસ વડાને મોકલાયું હતું.

નિર્દોષોને ન્યાય આપવામાં આવે તેવી માગ કરણી સેનાએ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.