રાજકોટઃ જિલ્લાના જેતપુર નગરપાલિકા પ્રમુખના દિયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ આ રિપોર્ટ ડૉક્ટર્સ દ્વારા ખોટી રીતે પોઝિટિવ બતાવવામાં આવી રહ્યો છે. તેવું જણાવી નગરપાલિકા પ્રમુખના દિયરે હૉસ્પિટલમાં માથાકૂટ કરી હતી. જેના કારણે ડૉક્ટર્સ 3 દિવસની હડતાલ પર ઉતર્યા હતા. આ બનાવના કારણે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા, સાંસદ રમેશ ધડુક ડૉક્ટર્સ સાથે મધ્યસ્થી કરવા દોડી આવ્યા હતા અને હડતાલ સમેટાઈ હતી.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જેતપુરના તમામ ડૉક્ટર્સ, રાજકીય આગેવાનો તેમજ જેતપુર ડિવિઝન પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
જેતપુર પંથકના દર્દીઓનું સ્વાસ્થય ના જોખમાય અને કોરોના મહામારીમાં કોઈ અઘરી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે હેતુથી પ્રધાન જયેશ રાદડિયાની મધ્યસ્થિથી ડૉક્ટર્સે હડતાળ પાછી ખેંચીને લોકોની સેવામાં ફરીથી હાજર રહેવા ખાતરી આપી હતી.