રાજકોટ ગ્રામ્ય જિલ્લા બલરામ મિણા તથા સાગર બાગમાર ASP જેતપુર વિભાગ તરફથી દારૂ તથા જુગારને સંપૂર્ણ રીતે નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અન્વયે જેતપુર સીટીના PI વી.કે.પટેલ તથા પોલીસ સ્ટાફના પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ખિમસૂરિયાને બાતમી મળી કે, જૂનાગઢ તરફથી એક ઓટો રીક્ષામાં દેશી દારૂ જેતપુર તરફ આવે છે. જેથી જેતપુર રબારીકા ચોકડી પાસે PI વી.કે.પટેલ, ASI સંજયભાઈ પરમાર, ASI ભાવેશભાઈ ચાવડા, કોન્સ્ટેબલ લખુભા રાઠોડ, કોન્સ્ટેબલ રામજીભાઇ ગરેજા કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ખિમસૂરિયા વોચમાં રહેતા બાતમી વાળી ઓટો રીક્ષા આવતા ઉભી રખાવીને તપાસ કરાતા, તેમાંથી પ્લાસ્ટિકના બાચકામા 330 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળ કર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ રહેવાસી રાકેશ ચતુરભાઈ ગોહેલને ઓટો રીક્ષાને રોકી હતી. જેમાંથી કિંમત રૂપિયા 40,000 તથા દેશી દારૂ લીટર 330 કિંમત રૂપિયા 6,600 મળી કુલ કિંમત રૂપિયા 46600ના મુદ્દામાલ સાથે જેતપુર પોલીસે જડપી લીધો હતો. તેમજ દારૂ પુરો પાડનાર આરોપી જૂનાગઢ, પંચેશ્વર રહેવાસી કાના વેજાભાઈ રબારીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બન્ને વિરુદ્ધ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.