ETV Bharat / state

Letter To Pakistan: રાજકોટના જીવદયા પ્રેમીએ ચીનમાં ગધેડા ન મોકલવા પાકિસ્તાનને લખ્યો પત્ર, જાણો શું જવાબ મળ્યો - ચીનમાં ગધેડા ન મોકલવા પાકિસ્તાનને લખ્યો પત્ર

રાજકોટ જીવદયા ઘરના સંચાલક અને ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય રાજેન્દ્ર શાહે પાકિસ્તાનના પશુપાલન મંત્રાલયને ઈ-મેલ કરી નિકાસ ન કરવા વિનંતી કરતા સચિવે આ મામલે લગત વિભાગને જાણ કરી ફેરવિચારણા કરવાની ખાતરી આપી છે.

jeevdaya-lover-of-rajkot-wrote-a-letter-to-pakistan-not-to-send-donkeys-to-china

author img

By

Published : Jul 7, 2023, 7:06 PM IST

ચીનમાં ગધેડા ન મોકલવા પાકિસ્તાનને લખ્યો પત્ર

રાજકોટ: એક જીવદયા પ્રેમી દ્વારા પાકિસ્તાનના પશુ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમને પાકિસ્તાનમાંથી ચીનમાં મોટા પ્રમાણમાં ગધેડા અને શ્વાનની નિકાસ ન કરવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે ભારતીય જીવદયા પ્રેમીએ પાકિસ્તાનના પશુ મંત્રાલયને પત્ર લખવામાં આવતા સામે પાકિસ્તાનના મંત્રાલયે પણ તેમના આ પત્રનો જવાબ આપ્યો હતો. જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

ચીનમાં ગધેડા ન મોકલવા માટે લખ્યો પત્ર: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના વતની અને ગુજરાત એનિમલ વેલ્ફર બોર્ડના સિનિયર મેમ્બર એવા રાજેન્દ્ર શાહે પાકિસ્તાનના પશુ મંત્રાલયને એક પત્ર લખ્યો હતો. આ મામલે રાજેન્દ્ર શાહે જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતાનું અમૂલ્ય પશુધન કે જેની ઉપર તેનું અર્થતંત્ર આધારિત છે અને વાહન વ્યવહાર માટે તેનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. તેની સંસ્કૃતિ વિરુદ્ધ પાકિસ્તાન આ ગધેડા અને શ્વાનોને ચાઈનામાં નિકાસ કરવા માટેનો વિચાર કરી રહ્યું હતું. જેના કારણે મને લાગ્યું કે આ ખૂબ જ અયોગ્ય છે. જ્યારે ભવિષ્યમાં પણ પાકિસ્તાન માટે આ મામલે મુશ્કેલ ઊભી થઇ શકે છે કારણકે પશુધનએ દરેક દેશોની એક સંપતિ હોય છે. એવામાં આ સંપતિ એકવાર ગુમાવી દીધા પછી તે ફરીવાર બનાવી શકાતી નથી. જ્યારે વિશ્વમાં ત્રીજો એવો દેશ છે કે જેની પાસે આ ગધેડાની અમૂલ્ય મૂડી છે. જેને કારણે મેં ત્યાંના વડાપ્રધાન અને કમિશનરને આ મામલે રજૂઆત કરી હતી.

પાકિસ્તાન દ્વારા વળતો જવાબ: રાજેન્દ્ર શાહ મામલે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાન અને કમિશનરને આ મામલે પત્ર લખ્યો હતો. જ્યારે તેમને પણ મને આ અંગેનો ખૂબ જ સરસ જવાબ આપવામાં આવ્યો હતો. એમાં મને જણાવ્યું હતું કે અમે તમારો પત્ર પીએમ અને અમારા લાગતા વળગતા વિભાગને મોકલ્યો છે. તેમજ આ મામલે આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે ચાઇના આ ગધેડાઓને મારીને તેના ચામડામાંથી અને તેના અવયવોમાંથી વિવિધ દવાઓનું નિર્માણ કરે છે જે આડકતરી રીતે ખૂબ જ નુકસાનકારક છે. આ મામલે રાજેન્દ્ર શાહને પાકિસ્તાનના એનિમલ ડિપાર્ટમેન્ટના ડો. મોહમ્મદ અક્રમેર આ મામલે જવાબ આપ્યો હતો.

  1. Muslim World League: મુસ્લિમ વર્લ્ડ લીગના સચીવ અલ ઈસ્સા ભારતની મુલાકાત કરશે
  2. PM of Pakistan Shehbaz: મહિલા પાસેથી છત્રી લેવા બદલ પાકિસ્તાન PMને ટ્રોલ કરવામાં આવ્યા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.