ETV Bharat / state

રાજકોટના કારખાનેદારોને વિમાનના સ્પેર પાર્ટ્સના ઓર્ડર મળશે, પીએમ મોદીએ ભાખ્યું ભવિષ્ય - PM Modi in Jamkandorna

જામકંડોરણામાં પીએમ મોદીની જનસભા ( PM Modi Jamkandorna Public Meeting ) યોજાઇ હતી. જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતનો આત્મવિશ્વાસ આજે બુલંદ છે. ભવિષ્યમાં રાજકોટના કારખાનેદારોને વિમાનના સ્પેર પાર્ટ્સના ઓર્ડર ( PM predict the future for Manufacturers of Rajkot ) મળશે. જામકંડોરણામાં વડાપ્રધાન ( PM Modi in Jamkandorna) આવ્યા હોય તેવો આ પહેલો પ્રસંગ છે.

રાજકોટના કારખાનેદારોને વિમાનના સ્પેર પાર્ટ્સના ઓર્ડર મળશે, પીએમ મોદીએ ભાખ્યું ભવિષ્ય

author img

By

Published : Oct 11, 2022, 9:45 PM IST

રાજકોટ જિલ્લાના જામકંડોરણા ( PM Modi in Jamkandorna) ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું ( PM Modi Jamkandorna Public Meeting ) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લાખો લોકોની સભામાં પીએમ મોદીએ ગુજરાતની વિકાસગાથા વર્ણવતા કહ્યું હતું કે, “ગુજરાત અને દેશની સરકારના વડા તરીકે કાર્યરત થયાને પોતાને 21 વર્ષ થયા છે અને તેની શરૂઆત રાજકોટથી થઈ છે”. તેમણે કહ્યું હતું કે, કચ્છ કાઠિયાવાડ અને રાજકોટની જનતાની ભાવનાઓ અને આકાંક્ષાઓને આદેશ માન્યા છે. એ આદેશોને પૂર્ણ કરવામાં પોતાની જાતને ખપાવી છે.

જામકંડોરણાવાસીઓ માટે વડાપ્રધાનને આવકારવાનો પહેલો અવસર

પીએમે વર્ણવી વિકાસ ગાથા વડાપ્રધાન મોદીએ વિકાસની ગાથા વિશે વિસ્તૃત વાત કરતાં જણાવ્યું હતું કે, બે દાયકાઓ પહેલાં ગુજરાત સૂકું ભઠ હતું, દરિયાઈ સીમાઓના વિસ્તાર વિકાસથી વંચિત હતો. જ્યારે આજે ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત. વિકાસ આજે જન આંદોલન બની ગયું છે અને રાજકોટ શિક્ષણ હબ બન્યું છે. ગુજરાતના ગામડાના યુવાનો હવે માતૃભાષામાં મેડિકલ અને એન્જીનિયરિંગ ભણી શકશે.

આઈટીનો જમાનો પીએમ મોદીએ કહ્યું હતું કે રાજકોટ ગુજરાતના ચમકતા સિતારાની જેમ છે. 20 25 વર્ષ પહેલાં કોઈને કલ્પના પણ નહોતી પણ આજે રાજકોટ ઓટોમોબાઇલ હબ બન્યું છે. આજે જમાનો આઈટીનો છે ત્યારે આ ક્ષેત્રમાં 800 થી વધુ નવા યુનિટ ઊભા કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

પીએમે મોદીએ ભાખ્યું ભવિષ્ય ગુજરાતની તમામ ક્ષેત્રોની વિકાસ ગાથા વર્ણવતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતે સમુદ્ર કિનારાને જાગતો કર્યો છે અને બંદરોને દેશના પ્રવેશદ્વાર બનાવ્યા છે. જ્યારે હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રાજકોટને દુનિયા સાથે જોડશે. એ દિવસો દૂર નથી જ્યારે રાજકોટના કારખાનેદારો ( Manufacturers of Rajkot ) ને વિમાનના સ્પેર પાર્ટ્સ ( Orders for aircraft spare parts ) બનાવવાના ઓર્ડર ( PM predict the future for Manufacturers of Rajkot ) મળશે.

ઉદ્યોગ નીતિના વખાણ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે તેમણે કહ્યું હતું કે, પહેલા ઊભા પાક લણાઈ જતા, સાંજે બહેન દીકરીઓની છેડતીઓ થતી, પણ હવે એ દ્રશ્યો બદલાયા છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર-ભૂપેન્દ્રની સરકાર નવી ઉદ્યોગ પોલિસી લાવી છે, જેના કારણે લઘુ ઉદ્યોગકારો માટે બંને હાથમાં લાડુ જેવી સ્થિતિ છે. ઉદ્યોગોને નક્કર દિશા આપતી નવી નીતિ બદલ તેમણે ગુજરાત સરકારને અભિનંદન આપ્યા હતા.

પાણી માટેની તરસને તૃપ્ત કરી પીએમ મોદીએ કહ્યું હતું કે, 40 વર્ષ સુધી ખેડૂતોએ પાણી માટે વલખાં માર્યા હતા, તેમની જમીન અને જીંદગી સુકી ભઠ થઈ ગઈ હતી. રાહતકામોમાં ખાડા ખોદીને ગુજરાન ચલાવતા હતા. છેલ્લા અઢી દાયકાની વિકાસ યાત્રામાં અમારી સરકારે ખેડૂતોની પાણી માટેની તરસને તૃપ્ત કરી છે. ખેડૂતોને પાણીદાર બનાવ્યા છે. અત્યારે ગુજરાતનો એગ્રીકલ્ચર ગ્રોથ 9 થી 10 ટકાનો થયો છે. મા નર્મદાના પાણીના સ્પર્શથી સૌરાષ્ટ્રની ભૂમિ પર સોનું ઊગી નિકળ્યુ છે. કપાસ અને મગફળીના પૂરતા ભાવ ખેડૂતોને મળતા થયા છે.

બેટદ્વારકામાં થયેલા ડિમોલીશનનો ઉલ્લેખ ગુજરાતની નવી પેઢીને ઉદ્દેશીને તેમણે કહ્યું હતું કે, આવનારા 25 વર્ષે સુધી આ વિરાટ વિકાસ વૃક્ષના ફળોને વિશ્વ સમક્ષ લઈ જવાના છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશનો અમૃતકાળ ચાલી રહ્યો છે પરંતુ ગુજરાતનો સ્વર્ણિમ કાળ ચાલી રહ્યો છે. બેટદ્વારકામાં થયેલા ડિમોલીશનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બેટ દ્વારકાની શકલ-સુરત બદલાઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતને બદનામ કરનારા લોકોની કારી ફાવી નથી. ગુજરાતને બદનામ કરવાના કારસાઓની આગમાં ગુજરાત તપીને સ્વર્ણિમ ગુજરાત બન્યું છે. અંતમાં તેમણે કહ્યું હતું કે, અમારે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્યો કરવા છે. બાળકો માટે ઉત્તમ પઢાઈ, યુવાનો માટે ઉત્તમ કમાઈ અને વડીલો માટે ઉત્તમ દવાઈની સુવિધાઓ પ્રદાન કરવી છે.

ડબલ એન્જીનની સરકારના કામ દર્શાવતાં સીએમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન જયારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારે ગુજરાતની પ્રજા પાણી, વીજળી, શિક્ષણ, રોજગારી સહિતના અનેક પ્રશ્નોથી પીડાઈ રહી હતી. નરેન્દ્રભાઈએ આ પીડા સમજી પીવાના પાણીની સમસ્યા માટે નર્મદાના પાણીની સૌની યોજનાથી સૌરાષ્ટ્ર કચ્છ પહોંચાડી તરસ છીપાવી, ખેડૂતોને ૨૪કલાક વીજળી, શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે અનેક પગલાંઓ લઈ યુવાઓને નવી દિશા પુરી પાડી છે'. આ તકે તેમણે ડબલ એન્જીનની સરકારે રાજકોટના વિકાસને નવી ઊંચાઈએ પહોંચાડી સમગ્ર સૌરાષ્ટ્રને વિકાસની દિશા પુરી પાડી હોવાનું જણાવ્યું હતું.

કોંગ્રેસના કામ નહીં પણ કોંગ્રેસના કાંડ બોલે છે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, 'લોક કલ્યાણકારી અનેક યોજનાઓના માધ્યમથી સરકાર આજે લોકો સુધી પહોંચી તમામ સવલતો પુરી પાડવા નિરંતર પ્રયાસો કરી રહી છે. કોરોનાકાળમાં પણ વડાપ્રધાને દેશના વૈજ્ઞાનિકો ઉપર વિશ્વાસ રાખી ભરોસો મૂકીને દેશની જનતાને કોરાનાની રસી વિનામુલ્યે આપી છે. આ સાથે તેમના દ્વારા કોંગ્રેસ પર હળવા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા અને જવાન્યું હતું કે કોંગ્રસના બેનર લગાવી એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસના કામ બોલે છે પણ પાટિલે આ અંગે પ્રહાર સાથે કહ્યું હતું કે કોંગ્રેસના કામ નહીં પણ કોંગ્રેસના કાંડ બોલે છે.'

જામકંડોરણા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં હેલીપેડથી સભા સ્થળ સુધી લાલ જાજમ બિછાવી હતી. જેના પર ચાલતા ચાલતા ચાલતા પીએમ મોદીએ સૌનું અભિવાદન ઝીલ્યું હતું. રસ્તામાં જામકંડોરણા કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓએ ગરબા રજૂ કર્યા હતા તો મહિલાઓએ તિરંગા લહેરાવીને અભિવાદન કર્યું હતું. છાત્રાલયની 600 જેટલી બાળાઓએ પરંપરાગત રીતે વડાપ્રધાનને ઉમળકાભેર આવકાર્યા હતા. સભા સ્થળે વડાપ્રધાનનું આગમન થતાં જ જંગી જનમેદનીએ મોદી.. મોદી..ના નાદ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં લાખો લોકો ઉમટ્યા હતાં. વડાપ્રધાનના આગમન પૂર્વે લોક કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.