ETV Bharat / state

Jalaram Nirvan Tithi at Virpur : વીરપુરમાં સંતશિરોમણી જલારામબાપાની 141મી નિર્વાણતિથિએ ભક્તિ સેવાની સરવાણી વહી - સંત જલારામ બાપાની 141મી પુણ્યતિથિ

રાજકોટના વીરપુરમાં સંતશિરોમણી જલારામ બાપાની 141મી પુણ્યતિથિએ (Jalaram Nirvan Tithi at Virpur) અનુયાયીઓ દર્શન કરવા ઉમટી પડ્યાં હતાં. સાથે નગરમાં વેપારધંધા બંધ રાખી સૌકોઇ બાપાના અન્નક્ષેત્ર (Virpur Annakshetra) ભક્તિને યાદ કરતાં સેવાની સરવાણીમાં તરબોળ થયાં હતાં.

Jalaram Nirvan Tithi at Virpur : વીરપુરમાં સંતશિરોમણી જલારામ બાપાનો 141મી નિર્વાણતિથિએ ભક્તિને સેવાની સરવાણી વહી

author img

By

Published : Feb 26, 2022, 8:01 PM IST

વીરપુરઃ સંતશિરોમણી જલારામ બાપા (Sant Jalaram Bapa 141 Punyatithi) સેવકો સાથે ભજન કરતાં કરતાં વિક્રમ સવંત 1937 મહા વદને દશમી, બુધવારના દિવસે વૈકુંઠવાસ પામ્યાં હતાં. "દેને કો ટુકડા ભલા,લેને કો હરિ નામ" સૂત્રને જીવન મંત્ર બનાવનાર યાત્રાધામ વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાનો આજે 141મો નિર્વાણ દિવસ (Jalaram Nirvan Tithi at Virpur) હતો.

જલાબાપાની ભક્તિને યાદ કરી સૌ સેવાકાર્યમાં જોડાયાં

જલારામ બાપાએ શરુ કરેલું અન્નક્ષેત્ર 200 વર્ષથી આજે પણ અવિરત

સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંતશિરોમણી જલારામ બાપાની જગ્યા આવેલ છે. જલાબાપાએ શરૂ કરેલ ભુખ્યાં માટે સદાવ્રત અન્નક્ષેત્ર (Virpur Annakshetra ) 200 વર્ષથી આજે પણ અવિરત ચાલુ છે. સંત જલારામ બાપા સેવકો સાથે ભજન કરતાં કરતાં વિક્રમ સવંત 1937 મહા વદને દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયાં હતાં ત્યારથી ગુજરાતી માસ મુજબ મહા વદને દશમીના દિવસે પૂજ્ય જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે પૂજ્ય બાપાની પુણ્યતિથિ તરીકે મનાવાય છે. આજે મહા વદ દશમીને 26 ફેબ્રુઆરીને શનિવાર હોવાથી જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સમગ્ર વીરપુર ગામના નાના મોટા તમામ વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાળીને જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વીરપુરના લોકોએ સ્વયંભૂ ધંધારોજગાર બંધ રાખી બાપાના સદકાર્યોમાં સહકાર આપ્યો

મંદિરના ગાદીપતિ દ્વારા કરવામાં આવશે પૂજા અર્ચના

આજે વીરપુર આવતા ભાવિકો, યાત્રાળુઓ માટે જલારામ બાપાની જગ્યા અને અન્નક્ષેત્ર તેમજ જલાબાપાના દર્શન રાબેતા સમય મુજબ ખુલ્લા (Sant Jalaram Bapa 141 Punyatithi) રહ્યાં હતાં. જલારામ બાપાના પરિવારજનો તેમજ જગ્યાના ગાદીપતિ રઘુરામબાપા દ્વારા જલાબાપાની ખાસ પૂજાઅર્ચના કરવામાં આવશે તેમજ વીરપુર (Virpur Annakshetra ) આવતા ભાવિક ભક્તજનોને અન્નક્ષેત્રમાં મહાપ્રસાદ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.