- પૂજ્ય જલારામ બાપાની આજે ૨૨૧મી જન્મજયંતી
- ભાવિકો દેશ વિદેશથી વાહનો, સાયકલો તેમજ પગપાળા વીરપુર આવી પહોંચ્યા
- બાપાના પરિવારજનો દ્વારા પુજા અર્ચના કરી બાપાનું મંદિર દર્શન માટે ખુલ્લું મુકાયું
- ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાએ લોકોને પોતાના ઘરે રહીને જન્મજયંતી ઉજવવા અનુરોધ કર્યો
- વહેલી સવારે પૂજ્ય બાપાના મંદિરે દર્શન કરવા દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી
વીરપુર: "રામ નામ મેં લીન હે દેખત સબ મેં રામ તાકે પદ વંદન કરું જય જય જલારામ" એવા સમરથ સંત પૂજ્ય જલારામ બાપાની આજે ૨૨૧મી જન્મજયંતી નિમિત્તે વિરપુર બન્યું જલારામ મય.
જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોને જીવનમંત્ર બનાવનાર પૂજય જલારામ બાપા
જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોને જીવનમંત્ર બનાવનાર પૂજય જલારામ બાપાની આજે ૨૨૧મી જન્મજયંતી છે. વહેલી સવારથી જ પૂજ્ય જલારામ બાપાના ભક્તજનો વિરપુર પૂજ્ય બાપાની જન્મ જયંતી ઉજવવા દર વર્ષેની જેમ બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી વાહનો, સાયકલ મારફત તેમજ પગપાળા વીરપુર આવી પહોંચ્યા છે. જેમાં વહેલી સવારે પૂજ્ય બાપાના મંદિરે દર્શન કરવા દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી.