રાજકોટ: રાજકોટની ઐતિહાસિક મનાતી એવી RKC કોલેજમાં રાજકોટ NSUI અને કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ કોંગ્રેસ દ્વારા પ્રિન્સિપાલને જણાવવામાં આવ્યું હતું કે, તેઓ કોલેજ કેમ્પલ્સમાં દારૂ પીને આટા મારે છે. આવી ફરિયાદ તેમના જ એક શિક્ષક દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ કોલેજ દ્વારા લોકડાઉનમાં શાળા, કોલેજો બંધ હોવાથી હોસ્ટેલ તેમજ શિક્ષણની ફી લેવામાં આવતી હોવા અંગેની પણ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
જો કે, કોલેજ દ્વારા કોંગ્રેસની માંગ સ્વીકારવામાં આવતા આખરે મામલો શાંત પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આર.કે.સી કોલેજમાં એક શિક્ષકને વર્તમાન પ્રિન્સિપાલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા તે શિક્ષક દ્વારા રાજ્યના શિક્ષણપ્રધાન અને કેન્દ્રમાં પણ આ મામલે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.