ETV Bharat / state

રંગીલું રાજકોટ માણશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, સ્થળ બદલાયું - G20 Summit

રંગીલા રાજકોટ શહેરના આકાશમાં દુનિયાભરના આકારપ્રકારના પતંગો જોવાનો અવસર (International Kite Festival 2023 Rajkot ) આવી ગયો છે. રાજકોટમાં પ્રથમ વખત ધર્મેન્દ્રસિંહજી કોલેજ (Rajkot Dharmendrasinhji College ) ગ્રાઉન્ડ પર ગુરુવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશવિદેશના અને ગુજરાતના મળીને 150 પતંગબાજો પેચ લડાવશે.

રંગીલું રાજકોટ માણશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, સ્થળ બદલાયું

author img

By

Published : Jan 11, 2023, 3:04 PM IST

આવતીકાલે અહીં જામશે પતંગબાજી

રાજકોટ કોરોનાકાળ બાદ રંગીલા રાજકોટમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું (International Kite Festival 2023 Rajkot )આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ વખતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલા ધર્મેન્દ્રસિંહજી કોલેજ (Rajkot Dharmendrasinhji College ) ના ગ્રાઉન્ડ ખાતે આ પતંગ મહોત્સવ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને લઇને તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. જ્યારે આ પતંગ મહોત્સવ આવતીકાલે સવારે સાડા નવ કલાકે યોજાશે. જેમાં દેશવિદેશના અને ગુજરાતના મળીને 150થી વધારે પતંગબાજો ભાગ લેશે. ત્યારે પતંગ મહોત્સવને લઈને રાજકોટવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો આ વખતે 2 વર્ષ પછી કોરોના ગાઈડલાઈન વિના ઉજવાશે ઉત્તરાયણ, પણ પતંગ બજારમાં મંદી

દેશવિદેશના મળીને 150થી વધુ પતંગબાજો લેશે ભાગ વિશ્વભરમાં કોરોનાના કેસ કાબૂમાં આવતા રાજકોટમાં યોજાયેલ પતંગ મહોત્સવ (International Kite Festival 2023 Rajkot ) માં દેશવિદેશના પતંગબાજોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં કુલ 16 દેશોના 41 જેટલા પતંગબાજો ભાગ લેશે. આ દેશોમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, પોલેન્ડ , નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા સહિતના દેશોનો સમાવેશ થાય છે. આ સાથે જ ભારતના વિવિધ રાજ્યના 18 જેટલા પતંગબાજો પણ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે. તેમજ ગુજરાતના 99 પતંગબાજો પણ રાજકોટમાં યોજનાર પતંગ મહોત્સવમાં ભાગ લેશે. આમ કુલ મળીને 150થી વધુ પતંગબાજો રાજકોટના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જોવા મળશે.

આ પણ વાંચો મકરસંક્રાંતિમાં મજાનો માંજો, દેશ વિદેશમાં સુરતી માંજાને ટક્કર આપનાર કોઈ નહીં

સાંસદ રામ મોકરિયાના કરાવશે પ્રારંભ રાજકોટના ધર્મેન્દ્રસિંહજી કોલેજ (Rajkot Dharmendrasinhji College ) ના ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (International Kite Festival 2023 Rajkot )યોજાનાર છે. જેને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના (MP Ram Mokariya )હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. જ્યારે પતંગ મહોત્સવને લઈને કોર્પોરેશન દ્વારા મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી નાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ આ વખતે રાજકોટની ડીએચ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

G20 સમીટનો પ્રચાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં (International Kite Festival 2023 Rajkot )દર વખતે અવનવા પતંગબાજો પોતાની પતંગ લઈને પતંગો ઉડાવતા હોય છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નિહાળવા આવતા હોય છે. ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોનાને લઈને રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવતું નહોતું. પરંતુ કોરોનાની પરિસ્થિતિની કાબુમાં આવતા આ વર્ષે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પતંગ મહોત્સવ દરમિયાન G20 સમીટ (G20 Summit )નો પણ મોટા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવામાં આવનાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.