જ્યારે આ મામલે ઇન્દ્રનીલ સાથે ઇવીટીએ ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું વર્ષોથી કોંગ્રેસમાં હતો અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છું, એટલે મેં સમર્થકોને કોંગ્રેસમાં જોડાવવાની હા પાડી છે. હવે નિર્ણય પ્રદેશ કક્ષાએથી થશે.
ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સામે ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.