ETV Bharat / state

રાજકોટમાં નિર્માણ થયેલું ભારતનું પ્રથમ સ્વદેશી સીમ સીલિંગ મશીન કરાયું લોન્ચ

હાલના કોરોના વાઇરસના સંક્રમણ સામે સુરક્ષા માટે રાજકોટમાં ભારતનું પ્રથમ સ્વદેશી સીમ સીલિંગ મશીન તૈયાર કરાયું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફ્રન્સની મદદથી લોન્ચ કર્યું હતું.

author img

By

Published : May 11, 2020, 7:40 PM IST

ભારતનું પ્રથમ સ્વદેશી સીમ સીલિંગ મશીન રાજકોટથી કરાયું લોન્ચ

રાજકોટ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફ્રન્સની મદદથી રાજકોટ ખાતે નિર્મિત ભારતનું પ્રથમ સ્વદેશી સીમ સીલિંગ મશીન લોન્ચ કર્યું હતું.

રાજકોટ ખાતે મેક ઈન ઇન્ડિયા મશીન તૈયાર કરવામાં આવતા હાલના કોરોના વાઇયરસના સંક્રમણ સામે સુરક્ષા કવચ એવી PPE કીટ સીલિંગથી 100% સુરક્ષિત બની રહે છે. તે જાણી તેમણે ઉત્પાનદકર્તા તેમજ IMA રાજકોટના ડૉક્ટર્સને આ ઈન્વેનશન માટે અભિનંદન પાઠવ્યા હતા.

તેમજ જણાવ્યું હતું કે, “મેડિકલ સ્ટાફ હાલ કોરોના સામે બાથ ભીડી રહ્યો છે. જેમને સંપૂર્ણ સુરક્ષિત રાખવા જરૂરી છે.”

કલેક્ટર કચેરી ખાતે કોન્ફ્રન્સિંગથી હોટ એર સીમ સીલિંગ મશીન વિશે માહિતી આપતા મેકપાવર CNCના ડિરેક્ટર રૂપેશ મેહતાએ મુખ્યપ્રધાનને જણાવ્યું હતું કે, હાલ આ મશીન વિદેશથી આયાત કરવું પડશે. જેની કિંમત વધારે હોવાનું તેમજ ડીલીવરી સમય 3થી 4 મહિના લાગવાથી PPE કીટ સીલિંગ માટે IMA રાજકોટના માર્ગદર્શન હેઠળ ટૂંકા સમયમા તૈયાર કર્યુ છે. હાલ કંપની દ્વારા પ્રથમ બેચમાં 200 યુનિટ તૈયાર કરવામાં આવશે. જેની કિંમત 4 લાખ રૂપિયા જેટલી થશે.

IMA- રાજકોટના કોરોના ટાસ્કફોર્સના ડૉ. મયંક ઠક્કરે જણાવ્યું હતું કે, PPE કીટના સિલાઈના ભાગને સીલ કરવો જરૂરી હોઈ છે. અન્યથા આ ભાગમાંથી વાઇરસના સંક્ર્મણની શક્યતા રહે છે. કીટ 100 ટકા ત્યારે જ સુરક્ષિત બને છે. જયારે તેને સીલિંગ કર્યુ હોય. કીટ આ મશીનની મદદથી 100 ટકા એર તેમજ વોટર પ્રુફ બને છે.

ભારતમાં સૌ પ્રથમ ગુજરાત અને રાજકોટ ખાતે હોટ એર સિમ સીલિંગ મશીન બનાવી રાજકોટ અને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં હાલ ગુંજતું થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઇન્ડિયાના’ વિઝનને સાકાર કરતું આ મશીન કિફાયતી કિંમતે પૂરતી સર્વિસ સાથે ટૂંક સમયમાં ઉપલબ્ધ બનતા ભારત ખાતે PPE કીટના નિર્માતાઓને સીલિંગ મશીનની પૂર્તિ શક્ય બની છે.

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે વીડિયો કોન્ફ્રન્સિંગમાં કલેક્ટર રેમ્યા મોહન, મેક પાવરના રૂપેશ મહેતા, નિકેશ મહેતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.