રાજકોટ: રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં (Saurashtra Cricket Association Stadium) શ્રીલંકા સામેની ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં (India vs Sri Lanka t-20 series) શ્રીલંકાની આખી ટીમ 16.4 ઓવરમાં માત્ર 137 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી અને માત્ર 2.4 ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેના સિવાય હાર્દિક, ઉમરાન અને યુઝવેન્દ્રએ 2-2 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: સુરત S.D.C.Aના આર્ય દેસાઈની પ્રથમ વખત ગુજરાત રણજી ટ્રોફી ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
શ્રીલંકાની ટીમ માત્ર 137 રનમાં જ સમેટાઈ: શ્રીલંકાની આખી ટીમ 16.4 ઓવરમાં માત્ર 137 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જોકે, ભારતની શરૂઆત સારી રહી ન હતી અને ઈશાન કિશન પહેલી જ ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ રાહુલ ત્રિપાઠીએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 16 બોલમાં 35 રન ફટકાર્યા હતા.આજે મુકાબલાના અંતે અંતિમ ટી -૨૦માં ભારતે શ્રીલંકાને 91 રને હરાવી (India beat Sri Lanka by 91 runs in Rajkot) ૩ મેચની શ્રેણી ઉપર 2-1 થી કર્યો કબજો કર્યો હતો. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન સૂર્યકુમાર યાદવે શ્રીલંકા વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી અને માત્ર 51 બોલમાં અણનમ 112 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 7 ફોર અને 9 સિક્સર ફટકારી હતી.
આ પણ વાંચો: ગુજરાતની નાની વયની પ્રથમ માઉન્ટ એવરેસ્ટ બેઝ સર કરનાર સામ્યા પંચાલ
દર્શકો પણ થયા ખુશખુશાલ: જ્યારે રાજકોટમાં ટિમ ઇન્ડિયાની જીત થતા દર્શકોમાં પણ જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે આ અંગે દર્શકોએ ETV BHARAT સાથેની વાતચીતમાં પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને ટિમ ઇન્ડિયાને જીતની શુભેચ્છાઓ (India win by 91 runs in Rajkot) પણ પાઠવી હતી. જો કે ટિમ ઇન્ડિયા જીતતા રાજકોટવાસીઓ અને ક્રિકેટ પ્રેમીઓમાં પણ જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો.