- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છબરડાં સિલસિલો યથાવત
- BSCની પરીક્ષામાં વધુ એક છબરડો સામે આવ્યો
- વિદ્યાર્થીઓને પેપર 30 મિનિટ મોડું અપાયું
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં BSC ફિઝિક્સની પરીક્ષામાં છબરડો સામે આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં છબરડાનો દોર ચાલી રહ્યો છે. ત્યારે વધુ એક છબરડો સામે આવ્યો હતો. સેમેસ્ટર 3ની પરીક્ષાના પેપરમાં પ્રશ્નપત્રના પેજ નંબર 3 અને 4 બદલાઈ ગયાની વિદ્યાર્થી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. વિદ્યાર્થીની ફરિયાદ બાદ યુનિવર્સીટી દ્વારા પેપર સુધારવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓને 30 મિનિટ પેપર મોડું અપાયું
આથી યુનિવર્સીટીમાં BSC ફિઝિક્સની પરીક્ષામાં 30 મિનિટ પેપર મોડું અપાયું હતું. ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા 30 મિનિટ પરિક્ષાર્થીને વધુ સમય આપવામાં આવ્યો હતો.