ETV Bharat / state

રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા ગરબા યોજીને મોંઘવારીનો અનોખી રીતે કરાયો વિરોધ - ગરબા યોજીને મોંઘવારીનો વિરોધ

રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ગઇકાલે તા.12 ના આંબેડકર નગર વિસ્તારમાં મોંઘવારીને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓ દ્વારા મોંઘવારી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબાની સાથે વર્તમાન સરકાર ઉપર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મહિલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ કરતા નજરે પડ્યા હતા.

રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા ગરબા યોજીને મોંઘવારીનો અનોખી રીતે કરાયો વિરોધ

author img

By

Published : Oct 13, 2021, 8:23 AM IST

  • મહિલાઓ દ્વારા મોંઘવારી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું
  • વર્તમાન સરકાર ઉપર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા.
  • મહિલા કોંગ્રેસ દ્વારા ગરબા યોજીને ભાજપ સરકાર પ્રત્યે પોતાનો રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો

રાજકોટ : દેશમાં ડગલેને પગલે મોંઘવારી વધી રહી છે. એવામાં લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જેને લઇને વિવિધ પક્ષો દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ગઇકાલે તા.12 ના આંબેડકર નગર વિસ્તારમાં મોંઘવારીને લઈને અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાંધણગેસના બાટલા, શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે મોંઘવારીના ગરબા યોજવામાં આવ્યા હતા. ગરબાની સાથે મહિલા કોંગ્રેસ દ્વારા વર્તમાન સરકાર ઉપર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા.

રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા ગરબા યોજીને મોંઘવારીનો અનોખી રીતે કરાયો વિરોધ

મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી ગરબા યોજવામાં આવ્યા

રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને ખાસ મોંઘવારી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોંઘવારી ગરબામાં કોંગી મહિલા કાર્યકર્તાઓ શાકભાજી, રાંધણગેસના બાટલા, કઠોળ, તેલના ડબ્બા સાથે ગરબા રમતી જોવા મળી હતી. જ્યારે હાથમાં વિવિધ સ્લોગન પણ મહિલા કોંગ્રેસ દ્વારા લખવામાં આવ્યા હતા. મહિલા કોંગ્રેસ દ્વારા ગરબા યોજીને ભાજપ સરકાર પ્રત્યે પોતાનો રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો. જ્યારે આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મહિલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ કરતા નજરે પડ્યા હતા.

ભાજપની ભવાઈ સામે મહિલા કોંગ્રેસના ગરબા: ગાયત્રી બા

રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી ગરબા યોજવામાં આવ્યા હતા. જેને લઈને રાજ્ય મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની ભવાઈ સામે મહિલા કોંગ્રેસના ગરબા યોજાયા છે. જ્યારે હાલ પેટ્રોલ-ડીઝલની સાથે રાંધણગેસના ભાવ વધી રહ્યા છે. એવામાં જીવન જરૂરિયાત વસ્તુ જેવી કે શાકભાજી, કઠોળ સહિતની વસ્તુઓના પણ સતત ભાવ વધી રહ્યા છે. જેને લઇને સામાન્ય અને ગરીબ લોકોનું બજેટ ખોરવાયું છે. ત્યારે લોકો પણ માંગ કરી રહ્યા છે કે, સરકારે જે વચનો આપ્યા હતા ચૂંટણી સમયે તે વચનો ખરા અર્થમાં હવે સરકાર પૂરા કરે અને મોંઘવારીમાં રાહત થાય તેવી વ્યવસ્થા કરે તેવી અમારી માંગ છે.

આ પણ વાંચો : આજે યોજાશે કેબિનેટ બેઠક, 100 દિવસના એક્શન પ્લાન બાબતે થશે ચર્ચા

આ પણ વાંચો : આઠમું નોરતું : આજે સૌથી મોટી હવનાષ્ટમી, માતા શ્વેતાંબરધરા મહાગૌરીનો અનોખો છે મહિમા...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.