- રાજકોટમાં પોલીસે 13 જુગારીઓને ઝડપી પાડયા
- પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
- 6 જેટલી મહિલાઓ જુગાર રમતા ઝડપાતા શહેરભરમાં ચર્ચાનો વિષય
રાજકોટઃ ભક્તિનગર પોલીસે 6 મહિલા અને 7 જેટલા પુરુષ એમ મળીને કુલ 13 જેટલા આરોપીને જુગાર રમતા ઝડપી પાડયા છે. શહેરના કેવડાવાડી શેરી નં.2 માં આવેલ મકાનમાંથી જુગાર રમતા આ આરોપી ઝડપાયા છે. જેની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં 6 જેટલી મહિલાઓ જુગાર રમતા ઝડપાતા શહેરભરમાં ચર્ચાનો વિષય બની છે.
જુગાર રમતા 7 પુરૂષો અને 6 મહિલા ઝડપાઇ
(1) ધર્મેશભાઇ રમેશભાઇ બાલાસરા ઉવ.28 રહે. કેવડાવાડી શેરી નં.2 બોમ્બે આર્યનની પાછળ રાજકોટ
(2) રાજન ઘનશ્યામભાઇ ડાંગર ઉવ.24 રહે. રહે.કેવડાવાડી શેરી નં.12 કેનાલ રોડ રાજકોટ
(3) મણિરાજ વનરાજભાઇ ચાવડા ઉવ.22 રહે.કેવડાવાડી શેરી નં.4 કેનાલ રોડ રાજકોટ
(4) વિમલભાઇ પ્રવિણભાઇ રાઠોડ ઉવ.40 રહે. કેવડાવાડી શેરી નં.1/18 રાજકોટ
(5) ભાવેશભાઇ જયંતીભાઇ જોબનપુત્રા ઉવ.35 રહે. કેવડાવાડી શેરી નં.22 લુહારવાડી પાસે રાજકોટ
(6) રાજેશભાઇ જગદિશભાઇ ટાંક ઉવ.42 રહે. કેવડાવાડી શેરી નં.22 લુહારવાડી પાસે રાજકોટ
(7) વિપુલ કાંતીભાઇ બારીયા ઉવ.30 રહે.સાધુ વાસવાણી રોડ વંદન એપાર્ટમેન્ટ બ્લોક નં.સી 402 રાજકોટ
પોલીસે રૂપીયા 1,51,420નો કુલ મુદ્દામાલ કર્યો કબ્જે
ભક્તિનગર પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂ.26,420/- તથા ગંજીપાનાના પતા, તથા વાહનોની કિ.રૂ.1,25,000/- મળી કુલ રૂપિયા 1,51,420/- મુદામાલ કબ્જે કર્યો છે. જ્યારે પોલીસે આરોપી વિરુદ્ધ જુગાર રમવા એકી સાથે એક જ જગ્યાએ ભેગા થયેલા હોવાથી તેઓ વિરૂધ્ધ સોશિયલ ડીસ્ટન્સના ભંગની કાર્યવાહી અલગથી કરી છે.