સૌરાષ્ટ્રમાં ઉનાળા દરમિયાન નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યું છે, ત્યારે રાજકોટમાં ગૌરીદળ વિસ્તારમાં નર્મદા પાઇપલાઇન ભંગાણ થયું છે. જેના કારણે પાણીનો બગાડ થઇ રહ્યો છે. જેથી સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે લિકેજની તેની મરામત કરવા રાજકોટ મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી. ત્યારે તંત્રએ પાઇપલાઇન મારફતે થતાં પમ્પિંગને રોકીને નર્મદા અધિકારીઓને આ ઘટનાની જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, નર્મદા પાઇપલાઇનમાં થયેલા લિકેજના સમારકામથી રાજકોટ પાસેના કોઠારિયા વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ શકે છે. તેમજ લિકેજ સરખું કરવામાં ઓછામાં ઓછું 6થી 7 કલાક જેટલો સમય લાગે તેવી શક્યતાઓ છે.