રાજકોટ: આ મામલે વિદ્યાર્થીનીની માતા દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. જોકે ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે આ પ્રકારની ઘટના સામે આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામ્યો છે. ડી.કે.એજ્યુવિલા શાળાના આચાર્ય જાગૃતિબેન પાટડીયાએ આ અંગે જણાવ્યું હતું કે, શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતી બાળકીના પેરેન્ટ્સને આ બાબતની જાણ થઈ ત્યારે તેના પેરેન્ટ્સ દ્વારા શાળા તંત્રને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Veraval Dogs Murder: ગામના 25 જેટલા શ્વાનોની સામૂહિક હત્યાનો વીડિયો વાયરલ થતા ચકચાર
બાળકીના પેરેન્ટ્સ દ્વારા જાણ: આચાર્ય જાગૃતિબેન પાટડીયાએ કહ્યું કે, જ્યારે આ બાબતની જાણ શાળા તંત્રને થતા તાત્કાલિક અમે આ બાબતની પોલીસને જાણ કરી હતી. સાગર વાઢેર નામનો શખ્સ અમારી શાળામાં શિક્ષક છે. જેના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. આ બાબતની જેવી જાણ અમને થઈ તેવી અમે પોલીસને જાણ કરી અને હાલ આ સાગર વાઢેર લોકઅપમાં છે. જ્યારે સાંજના સાડા પાંચે સ્કૂલનો છૂટવાનો સમય છે, સ્કૂલ છૂટી તે દરમિયાન અમને આ બાળકીના પેરેન્ટ્સ દ્વારા જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Development Work of Surat : સુરતમાં બનશે દૈશની સૌથી ઊંચી સરકારી ઈમારત, CMએ કર્યું ખાતમુહૂર્ત
માતાએ નોંધાવી ફરિયાદ: આ અંગે બાળકીની માતાએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં અભ્યાસ કરાવતા સાગર વાઢેર નામના શિક્ષક દ્વારા મારી બાળકી સાથે આ પ્રકારે અડપલા કરવાની ઘટના સામે આવી છે. શિક્ષક દ્વારા મારી બાળકીને બીજા માળે લઈ જઈને આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું. જેની મને જાણ થતા મેં તાત્કાલિક શાળાના આચાર્યની આ બાબતની જાણ કરી હતી. મારી દીકરી ઘરે આવીને રડવા માંડી હતી. જ્યારે મેં તેને આ બાબતને પૂછતા તેને મને સમગ્ર હકીકત જણાવી. સાગર વાઢેર નામના શિક્ષકે તેને ધમકી પણ આપવામાં આવી હતી કે, આ બાબતની જાણ કોઈની કરતી નહીં. આ તમામ ઘટનાને લઈને અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે.