હિંદુ સંસ્કૃતિમાં મીઠાને શુકનનું પ્રતીક માનવામાં આવે છે. એટલે જ નવા વર્ષે મોટા ભાગના હિંદુ પરિવાર દ્વારા સૌપ્રથમ મીઠાની એટલે કે સબરસની ખરીદી કરવામાં આવે છે.
માન્યતા પ્રમાણે મીઠામાં ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરી સકારાત્મક ઉર્જાનો સંચાર કરવાની ક્ષમતા રહેલી છે. શાસ્ત્રો મુજબ મીઠું એ આપણા પરિવારના ધન અને આરોગ્યની જાનવણી કરે છે. આ સાથે જ જ્યારે રસોઈમાં પણ કોઈ અધૂરપ હોય તો તેને મીઠું પૂર્ણ કરે છે. તેમજ જીવનમાં પણ જો કોઈ અધૂરપ હોય તો તે મીઠાના શાસ્ત્રોક્ત પ્રયોગ કરવાથી દૂર થાય છે.