ETV Bharat / state

Impact Fee: ઈમ્પેકટ ફી ના કાયદામાં વિસંગતતા મામલે ચેમ્બર ઓફ કોમર્સે CMને રજૂઆત કરી - ઈમ્પેકટ ફી

ઈમ્પેકટ ફી ના કાયદામાં વિસંગતતા મામલે ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યપ્રધાનને કરી લેખિતમાં રજૂઆત કરી છે. ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રમુખને વર્તમાન સમયની અંદર ચાલી રહેલા ઇમ્પેક્ટ ફી ના નિયમની બાબતમાં વિસંગતતા હોવાનું જણાવ્યું છે. આ વિસંગતતાની સમગ્ર બાબતે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખી વિસંગતતાને દૂર કરી તમામ લોકોને પૂરતી સેવાઓ અને સુવિધાઓ મળે તેવી માંગ કરવામાં આવી છે.

Impact Fee: ઈમ્પેકટ ફી ના કાયદામાં વિસંગતતા મામલે ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યપ્રધાનને કરી લેખિત રજૂઆત

author img

By

Published : Mar 2, 2023, 12:03 PM IST

Impact Fee: ઈમ્પેકટ ફી ના કાયદામાં વિસંગતતા મામલે ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યપ્રધાનને કરી લેખિત રજૂઆત

રાજકોટ: રાજ્ય સરકારે તાજેતરમાં જ ઇમ્પેક્ટ ફી ના નિયમના સમયમાં વધારો કર્યો છે. ત્યારે આ સુવિધાની અંદર વિસંગતતાને હોવાની બાબતને લઈને ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સમગ્ર ગુજરાતના લોકોના હિત માટે વિસંગતતાને યોગ્ય રીતે દૂર કરવાની માંગ સાથે મુખ્યપ્રધાનને લેખિત પત્રથી રજૂઆત કરી છે. જાણો સમગ્ર વિગતો.

શું છે ઇમ્પેક્ટ ફી નિયમ ?: કોઈ પણ શહેરમાં જે ઠેકાણે આપનું રહેણાક કે આપના વ્યવસાયનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભું કરવામાં આવ્યું હોય અને તેમાં નિયમ બહારનું કોઇ બાંધકામ હોય અને જેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય તો તેવા કિસ્સામાં ઇમ્પેક્ટ ફી ભરીને કોઈ પણ લાભાર્થી જેતે બાંધકામને નિયમિત કરી આપી શકાય છે.

મોટો તફાવત: આ બાંધકામ જાહેર સ્થળ કે માર્ગને અડીને આવેલું હોવું ન જોઈએ.આ સ્કીમમાં મિલકતના જે-તે માલિકે નિયત કરેલી ફી ભરવાની હોય છે. આ બાંધકામ નિયમિત છે તેવું સર્ટિફિકેટ લેવું પડે છે. આ ફી નું ધોરણ શહેર અને તેના વિસ્તાર પ્રમાણે અલગ-અલગ હોય છે. સત્તાતંત્રના ચોક્કસ વેરીફિકેશન પછી ફી ભરવાની પરવાનગી આપવામાં આવે છે. આ નિયમમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઇમ્પેક્ટ ફીના દરોમાં ઘણો મોટો તફાવત હોય છે.

આ પણ વાંચો Rajkot Crime: પિતાએ મોબાઈલ લઈને શાળાએ જવાની ના પાડતા પુત્રીએ કરી આત્મહત્યા

ઇમ્પેક્ટ ફી શરૂ કરવામાં આવી: ભૂતકાળની અંદર સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી શરૂ કરવામાં આવી હતી. ત્યારે લોકો પોતાના બાંધકામ મુજબની ફી ચુકવણી કરી અને આ સુવિધાઓનો લાભ લઈ શકતા હતા. લોકો જે પ્રમાણેનું બાંધકામ કરેલું હોય તે પ્રમાણેની ફી ચૂકવી અને ઇમ્પેક્ટ ફી નો વધુ લાભ લેતા હતા. પરંતુ વર્તમાન સમયની અંદર ઇમ્પેક્ટ ફી ની અંદર આવો કોઈ નિયમ ન હોય જેને લઈને નાનું બાંધકામ ધરાવતા લોકોને મોટો ખર્ચ પરવડે તેવી પરિસ્થિતિ નથી. આ બાબતે સરકારે વિસંગતતા દૂર કરી દેવી જોઈએ તેવી માંગ સાથે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનને ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા પત્ર લખી રજૂઆત કરી છે--ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઈ ઘેરવડા

આ પણ વાંચો Devayat Khavad Bail: જેલમુક્તિ બાદ રાણો મોજમાં, 72 દિવસ બાદ ફટકાર્યો ગુજરાતી કવિનો શેર

માંગ કરવામાં આવી: ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વર્તમાન સમયની અંદર ચાલી રહેલા ઇમ્પેક્ટ ફી ના નિયમની બાબતમાં વિસંગતતા હોવાનું જણાવ્યું છે. આ વિસંગતતાની સમગ્ર બાબતે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખી વિસંગતતાને દૂર કરી તમામ લોકોને પૂરતી સેવાઓ અને સુવિધાઓ મળે તેવી માંગ કરવામાં આવી છે.

કેટેગરી મુજબ લાભ: વર્તમાન સમયની અંદર ઇમ્પેક્ટ ફી ના નિયમ બાબતે વાત કરતા ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું છે કે વર્તમાન સમયની અંદર ઇમ્પેક્ટ ફી બાબતે જણાવ્યું છે કે જો કોઈ બાંધકામ કરનારના માલિકે આ વસ્તુનો લાભ લેવો હોય તો તેઓને અંદાજિત ₹50 થી ₹70 હજાર રૂપિયાનો ખર્ચ થઈ જાય છે. ભૂતકાળની અંદર નાના બાંધકામની અંદર નાનું બાંધકામ, મધ્યમ બાંધકામ અને મોટા બાંધકામ એમ અલગ કેટેગરી મુજબ લાભ મળતો હતો. વર્તમાન સમયના નિયમમાં આવો કોઈ લાભ મળતો નથી. ઉપરાંત આ ઈમ્પેક્ટ ફી નો લાભ બિલ્ડરને ફાયદો કરાવતો હોય અને સામાન્ય લોકોને કોઈ પણ ફાયદો ન મળતો હોય તેવું જણાવ્યું છે. આ સાથે બાબતની વિસંગતતા દૂર કરી સરકારે સામાન્ય લોકોને આ સુવિધાઓનો વધુ લાભ મળી શકે તેવા હેતુસર વિસંગતતા દૂર કરવાની માંગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.