ગોંડલ: લોકડાઉન-4માં પાન-સોપારીની દુકાનમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આટલી ભીડ દૂધની ડેરી કે, કિરાણા સ્ટોરમાં પણ નથી જોવા મળતી. લોકડાઉનના ચોથા ચરણમાં પ્રશાસન અને ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા એકી બેકી સંખ્યા મુજબ દુકાનો ખોલવાની મંજૂરી અપાતા આજે શહેરના કૈલાશ બાગ રોડ પર આવેલા બાલકૃષ્ણ સેલ્સ એજન્સી સોપારી પાન તમાકુનો જથ્થો લેવા લોકોની ભીડ જામી હતી. આ તકે એવું જણાઈ રહ્યું હતું કે, લોકો કેટલા વ્યસનના ભરડામાં સપડાઇ ગયા છે! આટલી મોટી ભીડ તો દૂધની ડેરી કે, કરિયાણા સ્ટોરમાં પણ ક્યારેય જોવા મળતી નથી.
ગોંડલ: લોકડાઉન-4માં પાન-સોપારીની દુકાનમાં લોકોની ભારે ભીડ
કોરોનાની મહામારીમાં પાનના ગલ્લા ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે. જ્યારે લોકડાઉન-4માં પાન-સોપારીની દુકાનમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આવી ભીડ તો કરિયાણા કે, દુધની દુકાનોમાં પણ જોવા મળી નહતી.