ETV Bharat / state

રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણી અને ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ - rajkot

રાજકોટઃ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક નદિઓમાં ઘોડાપૂર આવ્યા છે.

gs
author img

By

Published : Jul 3, 2019, 10:34 PM IST

રાજકોટ પંથકમાં આજે બપોર બાદ મેઘરાજાએ આટકોટ, ધોરાજી, ઉપલેટા, ગોંડલ, કોટડા અને સાંગાણી પંથકમાં વરસાદ પડ્યો છે. ગોંડલ તાલુકાના બંધિયા, ઘોઘાવદર, રામોદ, શ્રીનાથગઢ, બંધિયા, દેરડી, કોટડા સાંગાણીના સતાપર, બગદડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદનું આગમન થયું હતુ.

કોટડા સાંગાણી અને ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ

જ્યારે ગોંડલાના દેરડીમાં અડધો કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે ગોંડલની ઘોઘાવરદર નદીમાં ઘોડાપુર આવતા નદી બે કાંઠે વહેતી નજરે ચઢી હતી. આટકોટ પંથકમાં દોઢ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. અહીં નાના ચેકડેમ છલકાઈ ગયા હતા. જેના દ્રશ્યો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વરસાદના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. ધોરાજીમાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો.

Intro:એન્કર :- રાજકોટ પંથક માં ધોધમાર વરસાદ અનેક નાની નદીઓમાં ઘોડાપુર આવ્યા

વિઓ :- રાજકોટ પંથક માં આજ બપોર બાદ મેઘરાજા એ આટકોટ - ધોરાજી - ઉપલેટા - ગોંડલ - કોટડા સાંગાણી પંથક માં વરસાદ પડ્યો હતો ગોંડલ તાલુકા ના બંધિયા, ઘોઘાવદર, રામોદ, શ્રીનાથગઢ, બંધિયા, દેરડી(કુંભાજી), કોટડા સાંગાણી ના સતાપર, બગદડીયા, સહિત ના ગ્રામ્ય વિસ્તાર માં ધોધમાર પવન સાથે વરસાદ વરસ્યો હતો જ્યારે ગોંડલના દેરડી(કુંભાજી)માં અડધો કલાકમાં દોઢ ઈંચ ભારે પવન અને વીજળી ના કડકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો ભારે વરસાદ ના પગલે ગોંડલ ની ઘોઘાવદર નદી માં ઘોડાપુર આવતા નદી બે કાંઠે જોવા મળી હતી આટકોટ પંથક માં દોઢ કલાક માં ત્રણ ઈચ જેટલા વરસાદ પડયો હતો નાના ચેક ડેમ છલકાઈ ગયા હતા જેને જોવા લોકો ઊમટી પડયા હતાં ખેડૂતો માં આનંદ ની લાગણી પ્રસરી ગઇ હતી ધોરાજી માં બપોર બાદ ધીમીધારે વરસાદ પડ્યો હતો ભાયાવદર અને ઉપલેટા માં ધોધમાર વરસાદ પડ્યો હતો વાવણી બાદ સારા વરસાદ ને લઈ ને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા અનેક ગામડાઓમાં ચેકડેમ ઓવર ફ્લો થયા હતા.Body:વિઝ્યુલConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.