જસદણ તાલુકાના છેવાડાના સાવ નાના ગામના નાગરિકો માટે આરોગ્યનું પેટા કેન્દ્ર બનાવીને રાજ્ય સરકારે છેવાડાના નાગરિકોના આરોગ્યની ચિંતા પ્રત્યે પ્રાથમિકતા દાખવી છે. કેબીનેટ પ્રધાને વધુમાં ઉર્મેર્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્ય સરકારે જસદણ તાલુકામાં ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા વિંછીયા તાલુકામાં બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા કુલ 37 પેટા આરોગ્ય કેન્દ્રને મંજૂરી આપી છે.
આ ઉપરાંત 24 લાખના ખર્ચે બનેલા દોલતપર પેટા આરોગ્ય કેન્દ્રનો વધુમાં વધુ લાભ લેવા કુંવરજી બાવળિયાએ ઉપસ્થિત ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. જસદણ તાલુકાના લોક-પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા માટે પણ રાજ્ય સરકાર તરફથી ખાતરી આપવામાં આવી હતી.