રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં મોડા આવતા કર્મચારીઓને આરોગ્ય અધિકારીએ નોટીસ ફટકારી છે. જેના કારણે કોર્પોરેશન સ્ટાફમાં ફફડાટ મચી જવા પામ્યો છે. કોર્પોરેશનના ફૂડ વિભાગ, લગ્ન નોંધણી, આરોગ્ય વિભાગ (Health department employees in Rajkot )અને જન્મ મરણ વિભાગમાં મનપાના આરોગ્ય અધિકારી દ્વારા ઓચિંતા ચેકીંગ કરાયું હતું. જેમાં કેટલાક કર્મચારીઓ હાજર નહોતા. જ્યારે કેટલાક કર્મચારીઓ રસ્તામાં હતા. આ તમામ કર્મચારીઓને નોટિસ (Issued notice for coming late )ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે.
આ પણ વાંચો રાજકોટમાં કેક શોપ પર દરોડા, એક્સપાયરી ડેટવાળો માલ મળ્યો
મોડા આવવાની ફરિયાદો હતી સમગ્ર મામલાની વાત કરીએ તો કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને ડો. જયેશ વંકાણીને આ મામલે ફરિયાદ(Health department employees in Rajkot ) મળી હતી કે ઘણી વખત અરજદારો પોતાના કામ માટે કોર્પોરેશન ખાતે વહેલા આવી જાય છે. પરંતુ કર્મચારીઓ પોતાના સમયે આવતા નહોતા. જે અંગેની ફરિયાદ મળતા જે કોર્પોરેશનના આરોગ્ય અધિકારી કોર્પોરેશનની વિવિધ શાખાઓમાં ઓફિસમાં ચેકિંગ કર્યું હતું. જે દરમિયાન અંદાજિત 10 જેટલા કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતાં. જ્યારે કેટલાક કર્મચારીઓ બાયોમેટ્રિક હાજરી પુરાવીને પોતાની જગ્યા ઉપર જોવા મળ્યાં નહોતા. આ તમામ લોકોને નોટિસ (Issued notice for coming late )ફટકારવામાં આવી છે. જેના કારણે કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
કર્મચારીઓ બાયોમેટ્રિક હાજરી પુરીને જતા રહ્યા આ અંગે રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીએ જણાવ્યું હતું કે ઘણી વખત મારી પાસે એવા પ્રશ્નો આવ્યા હતા કે અરજદારો પોતાના કામ માટે વહેલા આવી જતા હોય છે પરંતુ જે તે શાખાના કર્મચારીઓ (Health department employees in Rajkot ) મોડા આવતો હોય છે. જેના કારણે અરજદારોનું કામ અટકતું હોય છે. જેના કારણે મે કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં સવારે 10:30 વાગે ચેકિંગ કર્યું હતું. જેમાં સામે આવ્યું હતું કે કેટલાક લોકો બાયોમેટ્રિક હાજરી પૂરીને બહાર જતા (Employees left after biometric attendance )રહ્યા હતાં અને કેટલાક કર્મચારીઓ રસ્તામાં હતા. આ તમામ લોકોને નોટિસ (Issued notice for coming late ) ફટકારવામાં આવી છે.