ETV Bharat / state

વ્યાજખોરોનો ત્રાસ: એક જ પરિવારના ત્રણ લોકોએ ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ - drinking poison

વ્યાજખોરોનો એૉટલી હદ સુધી વધી જતો હોય છે કે લોકો પોતાના જીવની ખેવના કરતા નથી. ત્યારે ફરી એક વખત રાજકોટમાં એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક જ પરિવારના ત્રણ જેટલા લોકોએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જોકે આ ત્રણેય લોકોને હાલ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital Rajkot) સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આપઘાતનો પ્રયાસ કરનાર પતિ પત્ની અને તેમનો પુત્ર છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

વ્યાજખોરોનો ત્રાસ: એક જ પરિવારના ત્રણ લોકોએ ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ

author img

By

Published : Nov 30, 2022, 4:14 PM IST

રાજકોટ ફરી એક વખત વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. જેના કારણે એક જ પરિવારના ત્રણ જેટલા લોકોએ ઝેરી દવા પીને( drinking poison) આપઘાતનો પ્રયાસ કર્યો છે. જોકે આ ત્રણેય લોકોને હાલ સિવિલ હોસ્પિટલમાં(Civil Hospital Rajkot) સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આપઘાતનો પ્રયાસ કરનાર પતિ પત્ની અને તેમનો પુત્ર છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

સારવાર અર્થે ખસેડવામાં આવ્યા એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પીધી રાજકોટના યુનિવર્સિટી રોડ (University Road Rajkot) ઉપર આવેલા મિલાપનગરની આ ઘટના છે. જ્યાં સોની વેપારી કીર્તિ હરકિશન ધોળકિયાએ તેમની પત્ની મયુરી તેમજ પુત્ર ધવલ સાથે મળીને ઝેરી દવા પીતી હતી. જેની જાણ પરિવારજનોને થતા તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital Rajkot) સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

મામલો સામે આવ્યો મોટાભાઈને જાણ થતાં મામલો સામે આવ્યો પ્રાથમિક વિગતમાં સામે આવ્યું છે કે કીર્તિ ધોળકિયાને ઢેબર રોડ ઉપર ઝેરોક્ષની (Xerox Shop on Dhebar Road) દુકાન છે. ત્યારે બપોર સુધી આ દુકાન નહીં ખોલતા તેમના મોટાભાઈ બકુલે કિર્તીભાઈને ફોન કર્યો હતો. પરંતુ ફોન ઉપર કોઈ પણ જવાબ ન આવતા તેઓ ઘરે ગયા હતા. જ્યાં કીર્તિભાઈ અને તેમની પત્ની તેમજ પુત્ર દવા પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં કિર્તીભાઈની હાલત ગંભીર જાણવા મળી રહી છે.

તપાસ શરૂ કરાઈ વ્યાજખોર કોણ ? તેની તપાસ શરૂ કરાઈ એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે બીજી તરફ આ ત્રણે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે પોલીસની પ્રાથમિક વિગતમાં સામે આવ્યું છે કે દેણામાં ફસાઈ જતા વ્યાજના ચકરમાં તેમને આ પ્રકારનું પગલું ભર્યું છે. પરંતુ વ્યાજખોર કોણ છે તે હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.