ETV Bharat / state

Gujarat Rain Update: રાજકોટનો પ્રવાસ ટૂંકાવી મુખ્યપ્રધાને યોજી ઈમરજન્સી બેઠક, તમામ પરિસ્થિતિઓની માહિતી મેળવી - bhupendra patel held an emergency meeting

સીએમ ભુપેન્દ્ર પટેલ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા ગાંધીનગરથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને કરી હતી. જૂનાગઢમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિને પગલે સીએમ રાજકોટનો તેમનો પ્રવાસ ટુંકાવી હવાઈ માર્ગે અમદાવાદ પહોંચ્યા હતા.

gujarat-rain-update-shortening-trip-rajkot-chief-minister-bhupendra-patel-held-an-emergency-meeting

author img

By

Published : Jul 23, 2023, 1:43 PM IST

તમામ પરિસ્થિતિઓની માહિતી મેળવી

રાજકોટ: રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. એવામાં જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે જૂનાગઢ જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જૂનાગઢની પરિસ્થિતિ મામલે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજકોટ કલેકટર કચેરીમાં બેઠક યોજી હતી તેમજ વિવિધ અધિકારીઓને જૂનાગઢના લોકોને બને એટલી મદદ કરવા માટેની તાકીદ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે હતા તે દરમિયાન જૂનાગઢમાં ભારે વરસાદ પડ્યો હતો. જેને લઇને મુખ્યપ્રધાન દ્વારા જૂનાગઢમાં વરસાદની પરિસ્થિતિ મામલે રાજકોટમાં જ બેઠક યોજી હતી.

સીએમના તમામ કાર્યક્રમ રદ: મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા બેઠક યોજ્યા બાદ આ અંગેની માહિતી આપતા રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે રાજકોટ ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અનેક કાર્યક્રમો હતા. રાજકોટના કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને સમાચાર મળ્યા હતા કે જૂનાગઢ જિલ્લામાં બપોરે 1 વાગ્યાથી અત્યાર સુધીમાં ખૂબ જ ભારે વરસાદ થયો છે. એવામાં જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર એનાથી પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. મુખ્યપ્રધાને તાત્કાલિક રાજકોટમાં પોતાનો કાર્યક્રમ ટૂંકાવીને રાજકોટના કલેકટર કચેરીમાં આવેલા કંટ્રોલરૂમમાં જૂનાગઢના કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને તમામ પરિસ્થિતિઓની માહિતી મેળવી હતી.

'રાજકોટમાં બેઠક બાદ મુખ્યપ્રધાને રાજ્યના ચીફ સેક્રેટરી સાથે પણ તાત્કાલિક ટેલિફોનીક વાતચીત કરી હતી અને રાજકોટના તમામ કાર્યક્રમો કેન્સલ કર્યા હતા. તેમજ જૂનાગઢ જવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. જૂનાગઢની પરિસ્થિતિને લઈને હાલ જૂનાગઢમાં જુવા માટેનો રસ્તો બંધ છે. જેમાં વડાલથી આગળ જૂનાગઢ તરફ જવાનો રસ્તો બંધ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે મોટર માર્ગે પણ જુનાગઢમાં જવાય તેવી પરિસ્થિતિ હાલ જોવા મળતી નથી.' -રાઘવજી પટેલ, કેબિનેટ પ્રધાન

વિઝીબિલિટી ન હોવાને કારણે રાજકોટમાં બેઠક: તેમને વધુમાં જણાવ્યું હતું કે હાલ વિઝીબિલિટીના કારણે જૂનાગઢમાં હેલિકોપ્ટર મારફતે પણ જૂનાગઢ જઈ શકાતું નથી. જેના કારણે મુખ્યપ્રધાને રાજકોટ કલેકટર કચેરી ખાતે જ જૂનાગઢમાં આવેલા ભારે વરસાદ મામલે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યપ્રધાન તમામ કાર્યક્રમો કેન્સલ કરીને હાલ ગાંધીનગર ખાતે જવા રવાના થયા છે.

  1. Surat News: ભારે વરસાદને કારણે કીમ-માંડવી સ્ટેટ હાઇવે પર ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયા
  2. Gujarat Rain Live Update: આફતનો વરસાદ, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.