- એ.કે,રાકેશનું નિવેદન, ઉદય શિવાનંદ હોસ્પિટલનો રિપોર્ટ 3થી 4 દિવસમાં આવશે
- વિવિધ ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ છે. જેના રિપોર્ટ પરથી આગળની કાર્યવાહી થશે
- કોવિડ હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ધુમાડો વધુ હતો. જેનાથી મુશ્કેલી વધી
- કોવિડ હોસ્પિટલમાં વધારે તકેદારી રાખવી જરૂરી
- ઓક્સિજન હોવાથી નાનો સ્પાર્ક પણ મોટી દુર્ધટના કરી શકે છે
- કોવિડ હોસ્પિટલની સુવિધાને લઇને રિપોર્ટના આધારે કેટલી સુવિધાઓ વધારવી તે અંગે નિર્ણય લેવાશે
એ.કે,રાકેશનું નિવેદન, ઉદય શિવાનંદ હોસ્પિટલનો રિપોર્ટ 3થી 4 દિવસમાં આવશે - gujaratinews
15:31 November 27
કોવિડ હોસ્પિટલમાં વધારે તકેદારી રાખવી જરૂરી
14:59 November 27
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ મામલો
- રાજ્ય સરકારે એ.કે. રાકેશને તપાસ કરવા આપી સૂચના
- પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ છે
- સચિવ કક્ષાના અધિકારીઓ આગ અંગે કરશે તપાસ
14:58 November 27
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ, SIT દ્વારા તપાસ બાદ સમગ્ર મામલો આવશે સામે
- ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 5ના મોત
- રાજકોટના માલવીયાનગર પોલીસ મથકમાં હાલમાં અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરાયો
- શહેર પોલીસ કમિશ્નર દ્વારા ઘટનાની ઊંડાણ પૂર્વ તપાસ માટે SITની રચના કરવામાં આવી
- DCP, ACP અને PI સહિતના ઉચ્ચ અધિકારીઓની કરવામાં આવી નિમણૂક
- SIT દ્વારા તપાસ બાદ સમગ્ર મામલો આવશે સામે
14:06 November 27
FSLની ટીમ તપાસ બાદ હોસ્પિટલ ખાતેથી થઈ રવાના
રાજકોટઃ FSLની ટીમ તપાસ બાદ હોસ્પિટલ ખાતેથી થઈ રવાના, હાલ મીડિયા સામે કઈ પણ કહ્યું નથી, કોવિડ હોસ્પિટલમાં 1 કલાક જેટલી વિવિધ દિશામાં તપાસ બાદ થઈ રવાના
13:56 November 27
આગ લાગવાનું કારણ FSLની તપાસ બાદ સામે આવશે
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલ ખાતે FSLની ટીમ આવી પહોંચી હતી અને વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી. જોકે આગ લાગવાનું કારણ પણ FSLની તપાસ બાદ સામે આવશે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે પાસ દર્દીઓના મોત માટે જવાબદાર કોણ?
13:37 November 27
રાજકોટ હોસ્પિટલ આગ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર પ્રહાર
- રાજકોટ હોસ્પિટલ આગ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર પ્રહાર
- ત્રણ મહિનામાં 7 હોસ્પિટલમાં આગનાં બનાવોમાં 13ના મૃત્યુ
- હોસ્પિટલોમાં આગ લાગી રહી છે ને સરકાર સબ સલામતના દાવા કરે છે
- ગેરકાયદે બાંધકામનો ઉદ્યોગ ભાજપનો ગૃહ ઉદ્યોગ
- આગની ઘટનાઓ સાબિત કરે છે કે ગેરકાયદે બાંધકામ થયા
- હોસ્પિટલોનું ગેરવ્યાવસ્થાપનના કારણે આગની ઘટનાઓ
- શ્રેય હોસ્પિટલના બનાવમાંથી સરકાર કંઈજ ના શીખી
- ઘટનાઓમાં સરકાર બેજવાબદારી પૂર્વક વર્તન કરે છે
- સરકારમાં સંવેદનશીલતા હોય તો જવાબદારી સ્વીકારે
- હોસ્પિટલ તંત્ર સામે કડક પગલાં ભરાશે તો જ આવી ઘટનાઓ અટકશે
13:14 November 27
સુપ્રીમ કોર્ટે રાજકોટની હોસ્પિટલમાં આગની ઘટના અંગે ગુજરાત સરકાર અને કેન્દ્ર પાસે જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટે રાજકોટની હોસ્પિટલમાં આગની ઘટના અંગે ગુજરાત સરકાર અને કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે. જે રાજકોટની ઘટનામાં 5 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
13:14 November 27
રાજકોટઃ આગ લાગવાની ઘટના, FSLની ટિમ ઘટના સ્થળે પહોંચી
રાજકોટઃ આગ લાગવાની ઘટના, FSLની ટિમ ઘટના સ્થળે પહોંચી છે. રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ, PGVCLની ટીમ તપાસ માટે આવી છે. ઘટના સ્થળની હાલ કરી રહી છે તપાસ, પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું આવ્યું હતું. ઉર્જા વિભાગના અધિકારીઓ દ્વારા ઊંડાણ પૂર્વક કરવામાં આવશે તપાસ.
11:40 November 27
આગની દુર્ઘટનામાં જાન ગુમાવનારા વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટની શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.મુખ્યપ્રધઆને આગની દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.વિજય રૂપાણીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ કે રાકેશ ને જવાબદારી સોંપી છે.
11:39 November 27
કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 6 દર્દી બળીને ખાખ
બચાવી લેવામાં આવેલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્પિટલના બીજા માળે મશિનરીમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 6 દર્દી બળીને ખાખ થયા છે.રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની દુઃખદ ઘટનાને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર મામલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોલીસ કમિશનર, મનપા કમિશનર અને કલેક્ટરને તપાસ અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
11:23 November 27
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની દુઃખદ ઘટનાને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા
રાજકોટ :કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે ગુજરાતમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ, જામનગર અને વડોદરામાં પણ થોડા દિવસો પહેલા કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી અનેક દર્દીઓ મોતને ભેટયા છે. પરંતુ તંત્ર હજુ પણ ગાઢ નિંદ્રામાં હોઈ તેવું લાગી રહ્યું છે.રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુમાં વિભાગમાં લાગી આગ, હોસ્પીટલમાં કુલ 33 દર્દીઓ સારવાર હેઠળ હતા. જેમાં આઈસીયુમાં 11 દર્દીઓ હતા. કુલ 6નાં મોત અને અન્ય દર્દીઓ સારવાર હેઠળ છે.