ETV Bharat / state

રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકની મતગણતરી 14-14 ટેબલ પર થશે

રાજકોટ જિલ્લાની 8 વિધાનસભાની મતગણતરી 14-14 ટેબલ (Rajkot assembly seat) પર થશે. સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી (Counting of votes in Rajkot) શરૂ થશે. બાદમાં EVMથી મત ગણતરી શરૂ થશે. (Gujarat Assembly Election 2022)

રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકની મતગણતરી 14-14 ટેબલ પર થશે
રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકની મતગણતરી 14-14 ટેબલ પર થશે
author img

By

Published : Dec 7, 2022, 12:32 PM IST

રાજકોટ : જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોની મત ગણતરી 8મી ડિસેમ્બરે કણકોટ (Rajkot assembly seat) એન્જિનિયરિંગ કોલેજ ખાતે રિસીવિંગ સેન્ટર ખાતે યોજાશે. અહીં આઠ વિધાનસભાના સ્ટ્રોંગ રૂમમાં 14-14 ટેબલ પર સવારે 9 વાગ્યાથી 14 સુપરવાઈઝર, 14 આસિસ્ટન્ટ સુપરવાઈઝર, 14 માઈક્રો ઓબ્ઝર્વર દ્વારા મતગણતરી શરૂ થશે. જ્યારે હાલ સ્ટ્રોંગ રૂમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તેમજ પ્રતિબંધાત્મક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. (Counting of votes in Rajkot)

સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી જનરલ ઓબ્ઝર્વર, જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુ, અધિક ચૂંટણી અધિકારી એસ.જે. ખાચર, આઠ વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ તેમજ વિધાનસભા બેઠકના રાજકીય પક્ષોના ઉમેદવારો, અપક્ષ ઉમેદવારોની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગરૂમ ખુલશે અને પછી મતગણતરી શરૂ થશે. સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે. બાદમાં EVMથી મત ગણતરી શરૂ થશે. સમગ્ર મત ગણતરી પ્રક્રિયા દરમિયાન આશરે 1500 જેટલા અધિકારીઓ-કર્મચારીઓ જોડાશે. (Polling in Rajkot)

60.63 ટકા થયું છે મતદાન રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠક પર આ વખતની ચૂંટણીમાં 60.63 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી ચૂંટણીના મતદાનની સરખામણીએ આ વર્ષે 6 ટકા ઓછું નોંધાયું છે. વર્ષ 2017ની ચૂંટણીમાં રાજકોટ જિલ્લાની આઠ બેઠકો પર કુલ 66.78 ટકા મતદાન નોંધાયું હતું. એવામાં આગામી 8 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે, ત્યારે રાજકોટ જિલ્લાના આઠેય વિધાનસભા બેઠકના ઉમેદવારોના ભાવિ પણ નક્કી થશે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.