ETV Bharat / state

બોનાન્ઝા બ્યુટી સલૂનની 7 બ્રાન્ચ પર GSTના દરોડા, 43 કરોડની રકમ ટાંચમાં - GST Raid Rajkot

રાજકોટના બોનાન્ઝા બ્યુટી સલૂનની 7 બ્રાન્ચ પર GST એ દરોડા (GST Raid Rajkot bonanza parlour) પડયા છે. પ્રથમ વખત કોઈ બ્યુટી સલુનમાં 43 લાખની વેટ ચોરી ઝડપાઈ છે. પહેલી વખત એવું બન્યું છે કે, કોઈ બ્યુટી સલુન પર દરોડા પડ્યા હોય અને આશરે રૂપિયા 43 લાખની ટેક્સચોરી ઝડપાઈ હોય. માત્ર રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતમાં આ સલુનને સૌથી બ્રાંડેડ અને હાઈફાઈ સલુન માનવામાં આવે છે.

બોનાન્ઝા બ્યુટી સલૂનની 7 બ્રાન્ચ પર GSTના દરોડા, 43 કરોડની રકમ ટાંચમાં

author img

By

Published : Dec 28, 2022, 12:06 PM IST

રાજકોટ: રાજકોટ અતિ બ્રાંડેડ અને હાઈફાઈ ગણાતા સુલન પર દરોડ પડતા ચકચાર (GST Raid Rajkot bonanza parlour) મચી ગઈ છે. બોનાન્ઝા બ્યુટી સલૂનની 7 બ્રાન્ચ પર GSTના દરોડા પડતા મસમોટી રકમ રીકવર થવાનો અંદાજ છે. બોનાન્ઝા બ્યુટી (GST Raid Rajkot) સલૂનની સાત જેટલી અલગ અલગ બ્રાન્ચ પર GST વિભાગના દરોડા પડ્યા છે. રૂપિયા 43 લાખથી વધુની કરચોરી ઝડપાઈ છે. હજુ પણ અલગ અલગ જગ્યા પર આ સર્ચ ઓપરેશન શરૂ છે. એટલે વધુ કોઈ મોટી રકમ સીલ થાય એવો અંદાજો છે.

આ પણ વાંચો: દેવાયત ખવડે મયુરસિંહ પર હુમલો કરતા પહેલા કરી હતી રેકી, તપાસમાં થયો ચોંકાવનારો ખૂલાસો

પ્રથમ ઘટના: રાજકોટમાં કોઈ બ્યુટી સલૂન (Rajkot bonanza parlour) પર જીએસટી વિભાગના દરોડા પડ્યા હોવાની ઘટના પ્રથમ વખત નોંધાઇ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના બોનાન્ઝા બ્યુટી સલૂનની સાત જેટલી બ્રાન્ચો આવેલી છે. જ્યારે આ બ્યુટી સલૂન સારી એવી નામના પણ ધરાવે છે. જેના કારણે આ બ્યુટી સલૂનમાં આવતા ગ્રાહકો પાસેથી મોટા પ્રમાણમાં રકમ વસૂલવામાં આવતી હતી. જ્યારે આ રકમ વસૂલ્યા બાદ GST ચૂક્તે કરવામાં આવતો ન હતો.

43 લાખની ચોરી: GST વિભાગે 7 જેટલી બ્રાન્ચમાંથી અત્યાર સુધીમાં રૂપિયા 43 લાખથી વધુની કરચોરી પકડી છે. તમામ બ્રાંચ પર એક સાથે દરોડા પડતા માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે, બોનાન્ઝામાં દરોડા પડતા અન્ય સલુન માલિકોમાં પણ દોડધામ મચી ગઈ છે. યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, પેડક રોડ, શક્તિનગર અક્ષરમાર્ગ, રેસકોસ અને મવડી રોડ ઉપર આવેલી બ્રાન્ચો ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. આ પહેલા મોરબીની એક પેઢી પર દરોડા પડતા દોડધામ મચી ગઈ હતી.

આ પણ વાંચો: સન્ની પાજી વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પત્ની સાથે મારઝુડનો આરોપ

9 પેઢીમાં તપાસ: મોરબીમાં એક સાથે નવ પેઢી પર દરોડા પડતા ટેક્સટાઈલ્સ માલિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, અત્યાર સુધી પડેલા દરોડામાં કોઈ જાણીતા કે માનિતા માણસોના નામ સામે આવ્યા નથી. એવા કોઈ ખાસ ચહેરા ઉઘાડા પડ્યા નથી. મોરબીમાં થયેલી તપાસમાં રાજકોટ અને અમદાવાદની સંયુક્ત ટીમે તપાસ કરી હતી. આ પેઢીમાંથી ઓછી કિંમતના બિલ બનાવીને ટેક્સચોરી થતી હોવાની વિગત સામે આવી છે. સવારે તપાસ શરૂ થઈ હતી અને આખી રાત તપાસ ચાલુ રહી છે. તપાસ દરમિયાન આવક જાવકના દસ્તાવેજો, હિસાબી સાહિત્ય વગેરેની ચકાસણી કરવામાં આવી છે. જેમાં ગેરરીતિ બહાર આવી છે. આ સાહિત્ય દસ્તાવેજો કબજે કરાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.