ETV Bharat / state

Government of Gujarat: રાજકોટમાં સીએમના હસ્તે રૂપિયા 140 કરોડના વિવિધ વિકાસના કામોનું ઇ લોકાર્પણ

author img

By

Published : Feb 7, 2023, 1:56 PM IST

રાજકોટમાં સીએમના હસ્તે રૂ.140 કરોડના વિવિધ (Government of Gujarat) વિકાસના કામોનું ઇ લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સાથે જ મુખ્યપ્રધાનના હસ્તે 690 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો.

Government of Gujarat: રાજકોટમાં સીએમના હસ્તે રૂપિયા 140 કરોડના વિવિધ વિકાસના કામોનું ઇ લોકાર્પણ
Government of Gujarat: રાજકોટમાં સીએમના હસ્તે રૂપિયા 140 કરોડના વિવિધ વિકાસના કામોનું ઇ લોકાર્પણ

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના રૂપિયા 140 કરોડના વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થયું હતું. આ તકે મુખ્યપ્રધાનના હસ્તે 690 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો.

નવાયુગનો આરંભ: વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધન આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસના નવાયુગનો આરંભ થયો છે. લોકોના જીવનને વધુને વધુ સુખદાયક બનાવવાની દિશામાં સરકાર સતત કાર્યરત છે. ગુજરાતમાં સતત બે દાયકાથી વધુ સમયથી આ વિકાસ યાત્રા ચાલી રહી છે. આજે આ વિકાસ યાત્રા રાજકોટ શહેરવાસીઓ માટે વિકાસની વધુ કેટલીક ભેટ લઈને આવી છે.

અમૃત કાળનું અમૃત બજેટ: આત્મનિર્ભર-વિકસીત અને ઉન્નત ભારતની આગવી દિશા કંડારતું અમૃત કાળનું અમૃત બજેટ હમણાં જ તેમણે આપ્યું છે. આ વર્ષનું બજેટ સપ્તર્ષિ એટલે કે વિકાસના સાત મુખ્ય આધાર પર વડાપ્રધાને આપેલું બજેટ છે. ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ, અંતિમ છૌરના વ્યક્તિ સુધી વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, યુથ પાવર, ગ્રીન ગ્રોથ, ક્ષમતા ઊજાગર કરવી અને ફાયનાન્સિયલ સેક્ટર એવા સાત મુખ્ય પિલ્લર બજેટમાં ફોકસ કરાયા છે. રાજકોટ મહાનગરે આ સપ્તર્ષિ બજેટના સર્વગ્રાહી-વિકાસ, છેવાડાના માનવી સુધી વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, ગ્રીન ગ્રોથ એ ચાર બાબતોને આજના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂહર્તમાં આવરી લીધા છે. આ માટે મહાપાલિકાના સૂત્રધારોને અભિનંદન પાઠવું છું.

આ પણ વાંચો Cyclofun Rajkot: 10 હજારથી વધુ સાયકલીસ્ટ એ પેડલ મારીને પરસેવો પાડ્યો

લાભાર્થીઓને ઘર આપ્યા: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શહેરી હોય કે ગ્રામીણ દરેક વ્યક્તિને પોતાના ઘરનું એક સપનું હોય છે. રોટી, કપડા ઔર મકાન એ પાયાની જરૂરિયાત છે ત્યારે સૌને આવાસ મળે તે માટે નરેન્દ્રભાઇએ પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે. આ વર્ષના બજેટમાં PMAY માટે 66 ટકાના વધારા સાથે વધુ 79 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે. આના પરિણામે દેશના લાખો જરૂરિયાતમંદ લોકોને પોતીકા આવાસ મળશે. ગુજરાતમાં આપણે 10 લાખથી વધુ મકાનો PMAYમાં બનાવીને 7 લાખથી વધુ તો લાભાર્થીઓને આપી પણ દીધા છે. રાજકોટ મહાનગરમાં આજે વધુ 590 EWS અને 100 LIG આવાસોનો ડ્રો કરીને લાભાર્થીઓને ઘરનું ઘર આપ્યું છે. આવાસ લાભાર્થીઓને સુખમય જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

આ પણ વાંચો Rajkot Crime : રાજકોટના વેપારીનું જોહાનિસબર્ગમાં અપહરણ, ખંડણી અને છૂટકારાની દિલઘડક વાત, રાજકોટ પોલીસની મધ્યસ્થી

E બસ રાજકોટમાં દોડશે: વડાપ્રધાને બિનપરંપરાગત ઊર્જા, ગ્રીન-કલીન એનર્જીના વધુને વધુ ઉપયોગ માટે સૌને પ્રેરિત કર્યા છે. આ બજેટમાં તેમણે ગ્રીન ગ્રોથની હિમાયત કરી છે. નગરોમાં પ્રદૂષણ રહિત, પર્યાવરણ પ્રિય, ગ્રીન મોબિલિટી એટલે કે અર્બન ટ્રાન્સપોર્ટેશનમાં ગ્રીન ગ્રોથના ઉપયોગથી ગુજરાત ગ્રીન-કલીન રાખવાની આપણી પણ નેમ છે. વધુને વધુ E-વાહનોનો ઉપયોગ એ માટેનો ઉત્તમ ઉપાય છે. રાજકોટ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં 50 ઈ-બસ પરિવહન સેવામાં મુકેલી છે. 2023ના વર્ષમાં વધુ 100 E બસ રાજકોટમાં દોડતી થઇ જવાની છે. આ ઈ-બસ સેવાની બસની બેટરી ચાર્જિંગ માટેની સુવિધાઓ પણ વિસ્તારતા જઇએ છીએ. રાજકોટમાં વધુ એક E ચાર્જિંગ સ્ટેશન અંદાજે 8 કરોડના ખર્ચે નિર્માણ પામવાનું છે તેનું ખાતમૂહર્ત આજે કર્યુ છે. શહેરોના લોકોનું જનજીવન વધુ સુવિધાયુકત બને, ઇઝ ઓફ લિવિંગ વધે તે માટે આ સરકાર સતત પ્રયત્નશીલ છે. સિટી લીડર્સ કોન્કલેવ યોજીને સરકાર અને શહેરી સત્તાતંત્ર સાથે બેસીને વિકાસ કામોના આયોજન, મનોમંથન અને ચિંતન કરે છે.

કેબિનેટ પ્રધાનો રહ્યા ઉપસ્થિત: કૃષિ અને પશુપાલન વિભાગના પ્રધાન રાઘવ પટેલે કહ્યું હતું. સૌરાષ્ટ્રના કેન્દ્ર સમા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે રૂ.140 કરોડના વિકાસ કામો અવિરતપણે થઈ રહ્યા છે. શહેરને રળિયામણું, સ્વસ્છ અને સુખાકારી માટેના મનપા તંત્ર દ્વારા સંનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે. શહેરમાં આંતર માળખાકીય સુવિધા વધે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. જેથી દેશ અને રાજ્યનો વિકાસ વધ્યો છે. રાજકોટમાં 100 નવી ઈલેક્ટ્રીક બસ ચાલી રહી છે. ઘર વિહોણા લોકોને ઘરના ઘર મળી રહયા છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે શહેરમાં અનેક સ્થળોએ બ્રીજ બન્યા છે. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રધાન ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે મુખ્યપ્રધાન ગુજરાતના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. રાજકોટ મનપા અને રૂડા દ્વારા પણ વિકાસની કેડી ઉપર ચાલી રહી છે. શહેરની સર્વાંગી પ્રગતિ થઈ રહી છે. આવાસની ફાળવણી થતાં રાજકોટના અનેક પરિવારોને આજે ઘરનું ઘર પ્રાપ્ત થનાર છે.

સ્મશાનના કામનું ખાતમુહૂર્ત થયું: રાજકોટ શહેરના વિવિધ વિકાસ કામોના થયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત જોઇએ તો એક કરોડના ખર્ચે રેલનગર મેઇન રોડ પોપટપરામાં બંને સાઈડ ફૂટપાથ બનાવવાના કામનું તથા રૈયા મુક્તિધામ ખાતે રૂપિયા 04 કરોડના ખર્ચે બનનારા આધુનિક ઇલેક્ટ્રીક નવા સ્મશાન કામનું ખાતમુહૂર્ત થયું હતું. રૂ. 28.52 કરોડના ખર્ચ ખાતે બનેલ ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ થયું હતું. પ્રધાનમંત્રી આવાસ અન્વયે 590 આવાસોનો ડ્રો તેમજ મુખ્યમંત્રી આવાસ યોજના અન્વયે બનેલા 100 આવાસોનો ડ્રો થયો હતો. રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ગોંડલ હાઇવે થી ભાવનગર હાઈવે અને ભાવનગર હાઇવે થી અમદાવાદ હાઈવે સુધીના રૂ. 77.19 કરોડના કામ પૂર્ણ થતા તેના લોકાર્પણ પણ કરાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.